Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસ

વિયેતનામનું ભારતને સાઉથ ચાઇના સીમાં રોકાણ માટે આમંત્રણ : ચીને વાંધો ઉઠાવ્યો

ચીને સાઉથ ચાઇના સી મુદ્દે કડક નિવેદન આપ્યું છે. હાલમાં જ વિયેતનામે ભારતને સાઉથ ચાઇના સીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આમંત્રણ આપ્યું હતું. જેના પર ચીને કહ્યું હતું કે, અમારાં પાડોશીને ડેવલપમેન્ટ કરવાનો હક્ક છે, પરંતુ તે અમારાં મામલે દખલઅંદાજી ના કરે.  ઉલ્લેખનીય છે કે, સાઉથ ચાઇના સીના મોટાં હિસ્સા પર ચીન પોતાનો અધિકાર ગણે છે. તે સાઉથ ચાઇની સીના વિવાદિત આઇલેન્ડ્‌સ પર અનેક ડેવલપમેન્ટ્‌સ એટલે કે, એરોસ્ટ્રિપ બનાવ્યા છે.
ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર, વિયેતનામના ભારતમાં એમ્બેસેડર તોન સિંહ તાન્હે એક ચેનલને જણાવ્યું હતું કે, તેમના દેશે ભારતને સાઉથ ચાઇના સીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આમંત્રણ આપ્યું છે.તોને એમ પણ કહ્યું કે, ભારત અને વિયેતનામની વચ્ચે ડિફેન્સ કો-ઓપરેશન એક મહત્વની કડી છે. તે અમારી તાકાત વધારવા માટે કારગત સાબિત થશે. ચીનની ફોરેન મિનિસ્ટ્રીના સ્પોક્સપર્સન લૂ કાંગે કહ્યું કે, અમારાં પાડોશમાં કોઇ દેશ ડેવલપમેન્ટ માટે કોઇ અન્ય દેશની મદદ લે છે, તો તેમાં કોઇ આપત્તિ નથી.પરંતુ કોઇ દેશ વિકાસના નામે સાઉથ ચાઇના સીમાં ઘૂસણખોરી કરે છે તો તેને સહન કરવામાં નહીં આવે. સાઉથ ચાઇના સી પર અમારો હક્ક છે. જો આવું થાય છે, તો તે ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે સારું નહીં ગણાય.વિયેતનામનો દાવો છે કે, ચીન અનેક વર્ષોથી સાઉથ ચીન સીમાં ભારતના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના તેલની શોધ કરવાનો વિરોધ કર્યો હતો.વળી, ભારત કહેતું રહ્યું છે કે, ઓએનજીસી કોમર્શિયલ ઓપરેશન ચલાવે છે. જેને આ વિવાદ સાથે લેવા-દેવા નથી.ઉલ્લેખનીય છે કે, સાઉથ ચાઇના સીમાં ઓઇલ કાઢવાનો ચીન-વિયેતનામ માટે સંવેદનશીલ મુદ્દો છે. જ્યારે ચીને વિયેતનામના દાવાવાળા સમુદ્ર વિસ્તારમાં ઓઇલ કાઢવાના ઇક્વિપમેન્ટ્‌સ મોકલ્યા હતા, તો વિયેતનામમાં ચીન વિરોધી રમખાણો થઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સાઉથ ચાઇના સીથી દર વર્ષે કરોડ ડોલરનો વેપાર થાય છે, જેથી ભારત પણ અહીંથી આવવા-જવાની આઝાદી ઇચ્છે છે.

Related posts

રાજીવ કુમારે સુધારેલા જીડીપી ડેટા અંગે ચિદમ્બરમના પડકારને સ્વીકાર્યો

aapnugujarat

ચીનની એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, ૩૧ના મોત

aapnugujarat

Pakistan govt in emergency meeting approves amendments to Army Act

aapnugujarat

Leave a Comment

UA-96247877-1