Aapnu Gujarat
બિઝનેસ

આવકવેરા વિભાગ દ્વારા ૯૦૦ થી વધુ કેસોમાં ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ જપ્ત

આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહીના પ્રયાસોના કારણે બેનામી સંપત્તિની લેવડ-દેવડ પર પ્રતિબંધ કાયદા (બેનામી કાયદો) અંતર્ગત ૯૦૦ થી વધુ કેસો સામે આવ્યા છે. બેનામી કાયદો ૦૧ નવેમ્બર, ૨૦૧૬ના રોજ લાગુ કરાયો હતો. કાર્યવાહી કરાયેલ સંપત્તિઓમાં જમીન, ફલેટ, દુકાનો, ઝવેરાત, વાહન, બેંક ખાતામાં જમા રકમ, ફિક્સ ડિપોઝીટ વગેરેનો સમાવેશ છે. ઝડપાયેલ સંપત્તિઓનું મૂલ્ય ૩૫૦૦ કરોડ રૂપિયા થી વધુ છે. જેમાં ૨૯૦૦ કરોડ રૂપિયાની અચલ સંપત્તિઓ સામેલ છે.પાંચ કેસોમાં બેનામી સંપત્તિઓની તાત્કાલિત જપ્તિની રકમ રૂપિયા ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ છે, જેની ખરાઈ નિર્ણાયક અધિકારીએ કરી છે. આવા એક કેસમાં એ પણ સાબિત થયું છે કે એક રિયલ એસ્ટેટ કંપનીને લગભગ ૫૦ એકર જમીનનું અધિગ્રહણ કર્યું, જેનું મૂલ્ય ૧૧૦ કરોડ રૂપિયાથી વધુ હતું. તેના માટે એવા લોકોનાં નામોનો બેનામીદારોના રૂપમાં ઉપયોગ કરાયો, જેની પાસે આવકનું કોઈ સાધન જ નહોતું. આની ખરાઈ જમીન વેચવાવાળાની સાથે-સાથે આમાં સામેલ દલાલોએ કરી. એક અન્ય બાબતમાં વિમુદ્રીકરણ પછી બે આકારણી કરનારાઓએ પોતાના નોકરીદાતા, એસોસિએટ્‌સ વગેરેનાં નામથી અનેક બેંક ખાતાઓમાં વિમુદ્રીકૃત નાણાં જમા કરાવ્યાનું સામે આવ્યું હતું, જે ખરેખર એમના બેંક ખાતાઓમાં જમા થવા જોઇતા હતા. લાભાન્વિત થનારી વ્યક્તિને મોકલવાની કૂલ રકમ આશરે ૩૯ કરોડ રૂપિયા હતી. બીજા એક કેસમાં, એક એવા વ્યક્તિનાં વાહનમાંથી ૧.૧૧ કરોડ રૂપિયાની રોકડ પકડાઇ હતી, જેણે આ રકમનો મલિક હોવાની ના પાડી દીધી હતી. આ સાથે જ આ રોકડની માલિકીની દાવેદારી કોઇએ ન કરી અને નિર્ણાયક પ્રાધિકાર દ્વારા એને બેનામી સંપત્તિ જાહેર કરી દેવામાં આવી હતી.આ પહેલા, આવકવેરા વિભાગે બેનામી કાયદા અંતર્ગત કાર્યવાહીમાં વધારો કર્યો હતો. આ કાયદા પ્રમાણે સંપત્તિને તુરંત જપ્ત કરવાનો અને ત્યાર પછી બેનામી સંપત્તિને સામે કાર્યવાહી કરવાની જોગવાઇ છે, પછી ભલે તે ચલ સંપત્તિ હોય કે અચલ સંપત્તિ હોય. આમાં લાભાન્વિત થનારા વ્યક્તિ, બેનામીદાર અને બેનામી વ્યવહારોમાં સહભાગી થનારા માટે સજાની પણ જોગવાઇ છે, જેની સજામાં સાત વર્ષની જેલ અને સંપત્તિનાં બજાર મુલ્યનો ૨૫ ટકા સુધીનો દંડ થઇ શકે છે.વિભાગે મે, ૨૦૧૭માં દેશભરમાં પોતાના તપાસ નિદેશાલયો અંતર્ગત ૨૪ સમર્પિત બેનામી પ્રતિબંધિત એકમો (બીપીયૂ) શરૂ કર્યા હતા, જેથી બેનામી સંપત્તિઓ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરી શકાય.વિભાગ કાળા નાણાં વિરૂદ્ધ સંયુક્ત અભિયાન ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે અને બેનામી લેવડ-દેવડની સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Related posts

રવિ પાકનું કુલ વાવેતર ૬૧૭ લાખ હેક્ટર : કૃષિ મંત્રાલય

aapnugujarat

रेलवे में एलआईसी का १.५ लाख करोड़ का निवेश होगा

aapnugujarat

९.५ प्रतिशत घटी हैं मकानों की बिक्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1