Aapnu Gujarat
બિઝનેસ

રવિ પાકનું કુલ વાવેતર ૬૧૭ લાખ હેક્ટર : કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ તાજેતરના આંકડા અનુસાર આ વર્ષે રવિ પાકનો કુલ વાવેતરનો આંકડો ગત વર્ષના વાવેતરના આંકડા સુધી પહોંચવા આવ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીએ ઘઉં અને તેલીબિયાનુ વાવેતર ઘટ્યુ છે.
ઘઉંના વાવેતરમાં ૪% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ૧૯ જાન્યુઆરી સુધી રવિ પાકનુ વાવેતર કુલ ૬૧૭.૭૯ લાખ હેક્ટરમાં થયુ છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં ૬૨૦.૯૯ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. ઘઉંનુ વાવેતર ૨૯૮.૬૭ લાખ હેક્ટરમાં થયુ છે, જે ગત વર્ષે સમાનગાળામાં ૩૧૧.૧૭ લાખ હેક્ટરમાં થયુ હતુ.એટલે કે ચાલુ રવિ સીઝનમાં ઘઉંનો વાવેતર વિસ્તા ઘટ્યો છે.
ચોખાનુ વાવેતર ૨૨.૩૨ લાખ હેકટરમાં થયુ છે જે ગત વર્ષે સમાનગાળામાં ૧૫.૯૯ લાખ હેક્ટરમાં થયુ હતુ, એટલે કે આ વર્ષે ચોખાના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે.
ગત વર્ષની સરખામણીએ દાળોનો વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. દાળોનુ વાવેતર કુલ ૧૬૩.૧૧ લાખ હેક્ટરમાં થયુ છે ૨૦૧૭ ના વર્ષમાં આ સમયગાળામાં ૧૫૫.૭૬ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. મોટા અનાજનુ વાવેતર ૫૪.૫૮ લાખ હેક્ટરમાં થયુ છે.
૨૦૧૭માં સમાનગાળામાં મોટા અનાજનુ વાવેતર ૫૫.૯૯ લાખ હેક્ટરમાં થયુ હતુ.
ગત વર્ષની સરખામણીએ મોટા અનાજનુ વાવેતર થોડુ ઓછુ છે. તેલીબિયાનુ વાવેતર ૭૯.૧૧ લાખ હેક્ટરમાં થયુ છે.
૨૦૧૭ના વર્ષમાં સમાનગાળમાં ૮૨.૦૮ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલીબિયાના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

सेंसेक्स 175 अंक उछला

aapnugujarat

Sensex slumped by 318 pts to 38,897.46, Nifty ended by 90.60 points

aapnugujarat

जीएसटी से परेशानीः स्टॉक घटा रहे हैं होलसेलर और रिटेलर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1