Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણની કામગીરી શરૂ

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવનાર પ્રથમ બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અલબત્ત રેલવેએ આની સાથે જ એવી પણ તૈયારી કરી છે કે, ભૂમિ અધિગ્રહણની કામગીરીમાં કોઇપણ પ્રકારની અડચણ ઉભી ન થાય જેથી આ કામ માટે ખાસરીતે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી રહી છે. એવું પણ જોવામાં આવશે કે જે લોકોની જમીનનું અધિગ્રહણ કરવામાં આવે તેમને પુરતી રકમની ચુકવણી કરવામાં આવે. સાથે સાથે રોજગારની પણ વ્યવસ્થા કરવામાં આવે. આના માટે યોજનાપૂર્વક કાર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેનના નિર્માણ માટે બનાવવામાં આવેલી કંપનીના સૂત્રોનું કહેવું છે જે હજુ સુધી જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તે મુજબ આ કોરીડોર માટે આશરે ૮૦૦થી ૮૫૦ હેક્ટર જમીનના અધિગ્રહણની જરૂર પડશે. હકીકતમાં પહેલા આ કોરીડોરનો કેટલોક હિસ્સો જમીન પર બનાવવાની યોજના હતી ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન કે તો અન્ડરગ્રાઉન્ડ દોડાવવામાં આવશે અથવા તો એલિવેટેડ ટ્રેક ઉપર દોડાવવામાં આવશે. આજ કારણસર અધિગૃહિત કરવામાં આવનાર જમીનની માત્રામાં ઘટાડો થયો છે. અલબત આના નિર્માણ ખર્ચમાં થોડોક વધારો થશે. અધિકારીઓની ચિંતા એ છે કે, જમીન અધિગ્રહણમાં કોઇપણ પ્રકારની તકલીફ આવી જોઇએ નહીં જેથી યોજનાપૂર્વક નિષ્ણાતોની નિમણૂંક કરવામાં આવી રહી છે. અધિગૃહિત કરવામાં આવનાર જમીન માટે રિપોર્ટકાર્ડ તૈયાર કરવામાં આવશે. કોણ કોણ લોકો રહે છે. કયા પ્રકારની દુકાનો અને જમીનો છે તથા ઉદ્યોગો છે તેની ખાતરી કરવામાં આવશે. નવા કાયદા મુજબ રેલવે દ્વારા એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે કે જો જમીન પર કોઇ ઉદ્યોગ અથવા દુકાન છે તો તેના કોઇ માલિક છે કે કેમ. તેમાં કામ કરનાર કર્મચારીઓ માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે. આના માટે સમગ્ર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય કંપનીઓના જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે, બુલેટ ટ્રેન માટે જે એલિવેટેડ ટ્રેક બનાવવામાં આવશે તેમાંથી વધુ કામ ભારતીય કંપનીઓને સોંપવામાં આવશે. અધિકારીઓનું મૂલ્યાંકન છે કે, બાવન કિલોમીટરનું ટ્રેક બનાવવાની જવાબદારી જાપાની કંપનીઓને અને બાકી ૪૫૦ કિલોમીટરના હિસ્સાને બનાવવાની કામગીરી સ્વદેશી કંપનીઓને રોંપવામાં આવશે. બુલેટ ટ્રેનના અપ અને ડાઉન ટ્રેક માટે મેટ્રોમાં અલગ અલગ ટનલ હોય છે પરંતુ બુલેટ ટ્રેન માટે એક જ સુરંગ રાખવામાં આવશે.

Related posts

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો

aapnugujarat

સેન્સેક્સમાં ૨૪૮ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત અને કર્મચારીઓને તાત્કાલિક ભારત લવાશે

editor

Leave a Comment

UA-96247877-1