Aapnu Gujarat
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત અને કર્મચારીઓને તાત્કાલિક ભારત લવાશે

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તમામ દેશ પોત-પોતાના લોકોને ત્યાંથી સુરક્ષિત નીકાળવામાં લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય લોકો ફસાયેલા છે. જાે કે સરકાર તરફથી આ લોકોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું નથી. આ દરમિયાન સરકારે જાહેરાત કરી છે કે કાબુલ સ્થિત ભારતના દૂતાવાસના તમામ કર્મચારી અને રાજદૂત તાત્કાલિક ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓને જાેતા એ ર્નિણય લેવામાં આવ્યો છે કે કાબુલમાં આપણા રાજદૂત અને કર્મચારીઓને તાત્કાલિક ભારત લાવવામાં આવશે.
આ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત ત્યાંના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે વાયુસેનાના ૨ ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનો મોકલવામાં આવ્યા હતા. આમાંથી એકે રવિવાર રાત્રે ઉડાન ભરી અને કાબુલથી કેટલાક લોકોને લઈને સોમવાર સવારે ભારત પહોંચ્યું. બીજા વિમાને મંગળવારના સવારે કાબુલથી લગભગ ૧૩૦ લોકોને લઈને ઉડાન ભરી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે અફઘાનિસ્તાથી પરત ફરનારા નાગરિકોના સંપર્કમાં છે.
આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં રહેતા શીખ અને હિંદુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સરકાર તરફથી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો અફઘાનિસ્તાન છોડવા ઇચ્છે છે તેમને ભારત આવવામાં અમે મદદ કરીશું. સરકારે કહ્યું છે કે તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં અત્યારે પણ કેટલાક ભારતીય છે જે પરત ફરવા ઇચ્છે છે અને અમે તેમની સાથે સંપર્કમાં છીએ.

Related posts

बेंगलुरु सिलिंडर विस्फोट : हादसे में बच्ची अनाथ, राज्य सरकार ने लिया गोद

aapnugujarat

જ્યાં સુધી આરોપમુક્ત નહીં થાઉં, ત્યાં સુધી સક્રિય રાજનીતિમાં નહીં આવું : રોબર્ટ વાડ્રા

aapnugujarat

लश्कर ए तैयबा का आतंकी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1