Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં ૮૮ લાખથી વધુ લોકોને રસી વેક્સિન અપાઇ

કોરોના વાયરસના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫,૧૬૬ દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા ૧૫૪ દિવસમાં સૌથી ઓછો જાેવા મળ્યો છે. છેલ્લા ૫૦ દિવસથી સતત ૫૦ હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ ઘટીને ૩,૬૯,૮૪૬ થયા છે. જે ૧૪૬ દિવસમાં સૌથી ઓછા છે. કોવિડ-૧૯નો રિકવરી દર ૯૭.૫૧ ટકા થયો છે.
જે નવા કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ કેસ કેરળના છે જ્યાં ૧૨૨૯૪ નવા દર્દીઓ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કુલ ૪૩૭ લોકોના કોરોનાથી મોત થયા જેમાંથી કેરળમાં ૧૪૨ દર્દીઓએ દમ તોડ્યો. મહારાષ્ટ્રમાં ૧૦૦ દર્દીઓના મોત થયા. દેશમાં કોવિડ-૧૯થી મૃત્યુદર લગભગ ૧.૩૪ ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે કહ્યું કે રાજ્યોને અત્યાર સુધીમાં રસીના ૫૬.૮૧ કરોડ ડોઝ અપલબ્ધ કરાવવામાં આવેલા છે. જેમાંથી સવા બે કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો તથા ખાનગી હોસ્પિટલો પાસે ઉપલબ્ધ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કરીને એક વિશેષ ઉપલબ્ધની વાત કરી. ભારતે એક જ દિવસમાં ૮૮.૧૩ લાખ લોકોને કોરોના રસીના ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.
૧૬ ઓગસ્ટે ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે એક દિવસમાં ૪૧૭ લોકોના મોત થયા હતા. તે અગાઉ ૧૫ ઓગસ્ટે ૩૬,૦૮૩ નવા કેસ અને ૪૯૩ મૃત્યુ, ૧૪ ઓગસ્ટના રોજ ૩૮,૬૬૭ નવા કેસ, ૪૭૮ મૃત્યુ, ૧૩ ઓગસ્ટે ૪૦,૧૨૦ નવા કેસ અને ૫૮૫ લોકોના મૃત્યુ, જ્યારે ૧૨ ઓગસ્ટના રોજ ૪૧,૧૯૫ નવા દર્દીઓ અને ૪૯૦ લોકોના કોરોનાના કારણે મોત થયા હતા.
માર્ચ ૨૦૨૦ બાદ કોરોનાથી રિકવર થવાનો દર દેશમાં સૌથી વધુ છે અને તે ૯૭.૫૧ ટકા સુધી પહોંચી ગયો છે. સાપ્તાહિક સંક્રમણ દરની વાત કરીએ તો તે ૧.૯૮ ટકા છે કે જે સતત ૫૩ દિવસથી ૩ ટકાથી નીચે છે. રોજ સંક્રમણ દર પણ ૧.૬૧ ટકા છે કે જે સતત ૨૨ દિવસથી ૩ ટકાથી ઓછો છે. દેશમાં કોરોના ટેસ્ટીંગની વાત કરીએ તો અત્યાર સુધી કુલ ૪૯.૬૬ કરોડના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં અપાયેલી ૮૮.૧૩ લાખ રસી બાદ હવે દેશમાં ૫૫.૪૭ કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. જેમાંથી ૪૩.૧૨ કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે અને ૧૨.૩૫ કરોડ લોકોને બન્ને ડોઝ લાગી ચૂક્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ૫.૯૮ કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે. જે બાદ બીજા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં ૫ કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઇ છે. ત્રીજા નંબર પર ગુજરાત છે, જ્યાં ૪.૦૭ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. ૩.૮૪ કરોડ સાથે મધ્યપ્રદેશ ચોથા સ્થાને અને પાંચમા ક્રમે ૩.૮૦ કરોડ લોકો સાથે રાજસ્થાન છે.

Related posts

ધનુષ મિસાઇલનું સફળરીતે પરીક્ષણ થયું

aapnugujarat

આઈઆરસીટીસી ટેન્ડર કૌભાંડમાં લાલુને જામીન, રાબડી-તેજસ્વીને પણ રાહત

aapnugujarat

કાનપુરમાં કરોડો રૂપિયાની જુની નોટ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1