Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરથી ૫૦ હજાર લીટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયુ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર તાલુકાનાં વિવિધ સ્થળોએ તા.૧૬/૦૮/૨૦૨૧ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોઇ, જેની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં જિલ્લા પુરવઠા અઘિકારીશ્રી ભુમિકા વાટલિયા અને સીટી મામલતદારશ્રી ધવલ રવૈયા તેમજ ગ્રામ્ય મામલતદારશ્રી, ભાવનગર અને ટીમ ભાવનગર (ગ્રામ્ય) સાથે ઉકત સ્થળે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૫૦,૦૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૫૦,૦૦,૦૦૦/- કિંમતનો જથ્થો સરકારશ્રી વતી સીઝ કરવામાં આવેલ. સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીકશ્રી વિરુદ્ધ મહેસુલી કલેકટરશ્રી, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામા આવ્યો

Related posts

૨૭ નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે

aapnugujarat

આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લામાં કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીની રચના કરાઇ.

editor

Leave a Comment

UA-96247877-1