Aapnu Gujarat
ગુજરાત

ખોડિયાર ગૃપના કાંતિભાઈ પટેલની FIA ના પ્રમુખ તરીકે વરણી

વિનોદ મકવાણા , મહેસાણા

ગુજરાત રાજ્યના એક લાખ કરતાં વધારે ઉદ્યોગકારોનું પ્રતિનિધિત્વ કરતુ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ(FIA)ના પ્રમુખ તરીકે સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ અને ગુજરાતના સહકારી આગેવાન કાંતિભાઈ એલ પટેલ ખોડીયાર ગ્રુપ મહેસાણાની બિન હરીફ વરણી કરવામાં આવતાં મહેસાણા શહેર, જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હષૅ સાથે ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
‌ ‌‌
મહેસાણા તાલુકાના સામેત્રા ગામના કાન્તિભાઈ પટેલ વર્ષોથી સહકારી ક્ષેત્રે સક્રીય રહી સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, ઇન્ડસ્ટ્રીયલ એશોસીયેશનો ઉપરાંત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તેઓશ્રી છેલ્લા 25 વષૅથી દેદિયાસણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એશોસીયેશન તથા છેલ્લી બે ટમૅથી ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન(IFA)ના એકિસકયુટીવ કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓશ્રી ફીઝીયોથેરાપી સેન્ટર, રાયફલ શૂટીંગ એશોસીયેશન, ખોડિયાર માતાજી સ્વયં સેવક મંડળ, બહૂચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, ઉમા પરિવાર ખેરવા, સરદાર વિધ્યા ભવન જેવી સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાઈને માનવ સેવાની અનેક પ્રવૃતિઓ કરી રહ્યા છે.

મુખ્યત્વે ઈન્ટસ્ટરીયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા અને ખોડિયાર ગૃપ તથા પી.એલ.પી. ફાઉન્ડેશન દ્વારા અવિરત જનસેવાના કાર્યો કરતાં કાન્તિભાઈ પટેલની ગુજરાત રાજ્યના ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ(FIA)ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં મહેસાણા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજયના સહકારી આગેવાનો, જી.આઈ.ડી.સી.ના હોદ્દેદારો ઉપરાંત સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા ચોમેરથી શુભેચ્છાઓની વષૉ થઈ રહી છે.

Related posts

RAJKOT : બેટરી ચોરતી ગેંગના સભ્યોએ 2 વ્યક્તિની કરી હત્યા

aapnugujarat

વી.એસ.ના સ્મશાનગૃહમાં સફાઈ અને મેન્ટેન્સના નામે લાલીયાવાડી

aapnugujarat

અમદાવાદમાં પબજી પર પ્રતિબંધ દુર કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1