Aapnu Gujarat
ગુજરાત

RAJKOT : બેટરી ચોરતી ગેંગના સભ્યોએ 2 વ્યક્તિની કરી હત્યા

વાહન ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. તેવામાં રાજકોટ ખાતે પાર્ક કરાયેલી ટ્રકમાંથી બેટરી ચોરતી ગેંગના સભ્યોએ મર્ડર કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પાર્કિંગમાં જેટલી પણ ટ્રક રાખવામાં આવી હોય એની બેટરીને ચોરતી ગેંગ સક્રિય થઈ ગઈ હતી. એટલું જ નહીં તેમને આ પ્રમાણે ચોરી કરતા લોકો જોઈ ગયા હતા. જેથી કરીને પોતાનો ભાંડો ન ફૂટે એના માટે બેટરી ચોરતી ગેંગના 3 સભ્યોએ મળીને એ 2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ગંભીર ઈજાને કારણે બંનેના મોત થતા હોબાળો મચી ગયો છે.

શહેરમાં વાહન ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હતી. પરંતુ અત્યારે વાહનો કરતા વધારે બેટરી ચોરાતી હોય એવી ફરિયાદો મળવા લાગી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ગેંગ મોટાભાગે ટ્રકની બેટરી જ ચોરે છે. તેવામાં પોલીસે અલફાઝ મજોઠી, હિરલ મહેશ્વરી અને નિખિલ મહેશ્વરીએ મળીને 2 વ્યક્તિઓનું મર્ડર કરી દીધું છે. આ હત્યા રવિવારે સવારના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. જાણો વિગતવાર માહિતી

હત્યાને અંજામ આપ્યા પછી બેટરી ચોરતી ગેંગના સભ્યો ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં નરસિંહ ઠાકોર અને તેમના મિત્ર રમેશનાથ બાવાજીનું મૃત્યું થયું છે. આ દરમિયાન નરસિંહના પુત્ર નરેન્દ્રએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું છે કે રવિવારે સવારે રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી પાસે ગયા હતા. અહીં કેટલાક શખસો બેટરી ચોરતા જોવા મળ્યા હતા. પાર્ક કરાયેલી ટ્રકમાંથી તેઓ બેટરી કાઢતા હતા.

પહેલા તો તેમને લાગ્યું કે ટ્રકના ડ્રાઈવર હશે પરંતુ ત્યારપછી એક પછી એક પાર્ક થયેલી બધી ટ્રકમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ આ શખસો કરી રહ્યા હતા. જેમને જોઈને નરસિંગ ઠાકોર અને તેમના મિત્રેને બેટરી ચોરાઈ જતી હોવાની શંકા થઈ. જેથી બંને મિત્રોએ આ બેટરી ચોરતી ગેંગને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારપછી ગેંગના સભ્યો ગુસ્સે થઈ ગયા અને તેમની પાસે ધસી આવ્યા હતા.
નોંધનીય છે કે બેટરી ચોરતી ગેંગની ઓળખ છતી થઈ જતા તેના સભ્યો ગુસ્સે થઈ ગયા હતા અને નરસિંહ ઠાકોર અને તેમના મિત્ર પર હુમલો કરી દીધો હતો. જોતજોતામાં મામલો બિચક્યો અને બેટરી ચોરતી ગેંગના સભ્યોએ આ 2 વ્યક્તિઓને ઢોર માર માર્યો હતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસે આરોપીઓની અટકાયત કરી દીધી છે. તથા આગળ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Related posts

વડોદરા શહેરમાં સભા સરઘસબંધી

aapnugujarat

વિરમગામ તાલુકાની આશા બહેનોએ ફટાકડા ફોડીને વેતન વધારાને વધાવ્યો

aapnugujarat

AMCનું ૨૦૨૧-૨૨નું સુધારેલુ બજેટ રજૂ

editor

Leave a Comment

UA-96247877-1