Aapnu Gujarat
ગુજરાત

લીંબડીમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખોલી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

લીંબડી નગર પાલિકા દ્વારા થોડા સમય પહેલા રોડ ઉપર રોડ બનાવવામા આવ્યા પણ જ્યાં રોડ તુટી ગયેલ છે અને રોડજ નથી ત્યાં રોડ બનાવવામાં આવ્યા નથી તેવો આક્ષેપ લીંબડી નગર પાલિકાના વોર્ડ નંબર 5 ના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રહિશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારે અહિયા રોડ, રસ્તા અને ગટરની વ્યવસ્થા નથી ગટર છે તો વર્ષો જુની જે નાનકડી એવી નાળી છે તેમજ આજુ બાજુ ના રહિશો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે સાથે સાથે જણાવ્યું હતું કે લીંબડી મીલ રોડથી સેવા સદન એટલે કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, અને અન્ય વિસ્તારોમાં જવા માટેનો આ એકજ માર્ગ છે અને છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને વરસાદ પડે એટલે ઢીચણ સમાણા પાણી ભરાઈ જવા પામ્યા છે આ બાબતે અવાર નવાર લીંબડી નગર પાલિકાને લેખિત અને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે તેમ છતાં આંખ આડા કાન કરી જવાબ આપવામાં નથી આવતો આમ રહિશો દ્વારા જણાવાયું હતું સાથોસાથ જણાવ્યું હતું કે ચુંટણી આવે એટલે મત માંગવા આવે છે પણ જ્યારે વિસ્તારમાં જરૂર પડે તો કોઈપણ પ્રકારની તસ્દી લેવામાં આવતી નથી તેમજ કૃષ્ણનગર વિસ્તારમાં વિસ્તાર વચ્ચે એક કોમન પ્લોટ આવેલ છે જ્યાં નવરાત્રી સહિતના સામાજીક પ્રસંગો કરવામાં આવે છે પણ આ પ્લોટમાં પણ પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ રહિશો દ્વારા જણાવાયું હતું કે નવયુગ સોસાયટી સુધી રોડ બનાવવામા આવ્યાં કૃષ્ણનગરમાં કેમ નહીં.. આવા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે…

Related posts

હિંદુ સમાજ ઢોંગી નંબર-૧, સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

aapnugujarat

અમદાવાદ, સુરત સાઈબરક્રાઈમના હોટસ્પોટ બન્યા

aapnugujarat

अहमदाबाद में एयरटेल का नेटवर्क बाधित

editor

Leave a Comment

UA-96247877-1