Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં એકસેલન્ટ યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં રોડની બંને બાજુ તેમજ બીજા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે ત્યારે ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવા માટે એક્સેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.યાર્ડના રોડની બંને બાજુ તેમજ અન્ય જગ્યાઓએ દુકાનો ની સામે પ્લોટ ની સામે તેમજ પડી ગયેલા વૃક્ષો ની જગ્યાએ નવા વૃક્ષો વાવવાની કામગીરી ચાલુ છે સંસ્થા દ્વારા એક હજારથી વધુ વૃક્ષો નું તબક્કાવાર વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે તા.૮/૯/૨૦૨૧ ને બુધવારના રોજ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર ૧૪૦ થી ૧૫૩ ની વચ્ચે નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ આ માટે નવયુગ શિપ બ્રેકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની સોસિયા પ્લોટ નંબર ૧૫૩ ના સહયોગ મળી રહ્યો છે.અલંગ-સોસિયા યાર્ડ ને હરીયાળુ બનાવવામાં આવશે કારણકે અલંગ-સોસિયા યાર્ડમાં પર્યાવરણના અનેક પ્રશ્નો છે ત્યારે ખરેખર ગ્રીન અલંગ-સોસિયા બનાવવા સંસ્થા દ્વારા અભિયાન ઉપાડવા માં આવેલ છે.અને દરેક વૃક્ષોની કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવશે વાવાઝડુના કારણે નાશ પામેલા વૃક્ષોને પાસા નવા વાવેતર કરીને ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવાનો ઉદ્દેશ એકસેલન્ટ યુવક મંડળ નો છે વૃક્ષો ને ર્ટી-ગાડૅ સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે અને ત્રણ વર્ષ સુધી સંસ્થા દ્વારા માવજત કરવામાં આવશે અને માવજતનો જે ખર્ચ થશે તે દાતાશ્રી ના સહયોગથી કરવામાં આવશે આ માટે સંસ્થાને વૃક્ષોને પાણી પાવા માટે સંસ્થા દ્વારા ભાડે ટેન્કર રાખીને દરેક વૃક્ષોની જરૂરિયાત મુજબ નિયમિત પાણી પણ આપવામાં આવશે. ઉદ્યોગપતિઓને વેપારીઓને તેમજ પર્યાવરણ પ્રેમીઓને ઉદાર હાથે સંસ્થાને અનુદાન આપવા પણ વિનંતી કરવામાં આવે છે તેમજ જે પ્લોટ ની સામે કે અન્ય જગ્યાએ જે દાતા તરફથી સહયોગ મળ્યો હશે તેનું પિંજરા ઉપર નામ પણ લખવામાં આવશે અને સૌ સાથે મળીને ગ્રીન‌અલંગ-સોસિયા યાર્ડ બનાવીએ વૃક્ષોનું વાવેતર નું અભિયાન‌ ચાલુ છે. ૧૦૦૦/ વૃક્ષોનો ટાર્ગેટ પૂરો કરવા એકસેલન્ટ યુવક મંડળના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જે ઉદ્યોગપતિ પોતાના પ્લોટ ની સામે વૃક્ષોનું વાવેતર કરવા માંગતા હોય તેવો ને અને સહયોગ આપવા માંગતા હોય તેઓએ ફોન ( મોં ૯૮૨૪૨૮૪૦૯૩ ) કરવો તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે. સૌ સાથે મળીને અલંગ નો વિકાસ કરીએ અને પર્યાવરણની જાળવણી કરીએ

Related posts

અપ્રમાણિત જાહેર થયેલા ફુડ સેમ્પલોનો મામલો : ત્રણ માસમાં કુલ-૭૦ કેસમાં સજાના આદેશો કરાયા હતા

aapnugujarat

અમદાવાદના આ કેફેમાં રોબો શેફ બનાવશે વિવિધ વાનગીઓ

editor

કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેના હસ્તે ડભોઈનાં પલાસવાડા ગામમાં જય પ્રાથમિક શાળાનું ઉદઘાટન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1