Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાલિબાની નેતા મુલ્લા બરાદરની મુલાકાત માટે પહોંચ્યા યુએનના અધિકારીઓ

અફઘાનિસ્તાનમાંથી સેંકડો લોકોને અન્ય દેશોમાં લઈ જવાનો પ્રયાસ કરતા તાલિબાને ઓછામાં ઓછા ચાર ખાનગી વિમાનોને ઉડતા અટકાવ્યા હતા. આ વિમાનોને ઉડ્ડયનથી રોકવામાં આવ્યા હોવાના વિરોધાભાસી અહેવાલો આવ્યા છે. અફઘાનિસ્તાન છોડવા માંગતા લોકોને મદદ કરવા અમેરિકા પર પણ દબાણ વધારી રહ્યું છે. અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં આવેલા શહેર મઝાર-એ-શરીફમાં એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉડાન ભરવાનો ઈરાદો ધરાવતા લોકો અફઘાન નાગરિક હતા અને તેમાંના ઘણા પાસે વિઝા કે પાસપોર્ટ નહોતા જેના કારણે તેઓને દેશ છોડતા રોકવામાં આવ્યા.અફઘાનિસ્તાન પર કબજાે જમાવી ચૂકેલા તાલિબાનીઓના શાસનથી હ્રદય કંપાવનારા સમાચાર દરરોજ આવતા રહ્યા છે. જાેકે તાલિબાન શાસકો દાવો કરે છે કે લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આ બધાની વચ્ચે યુનાઇટેડ નેશન્સ (યુએન)ની માનવતાવાદી બાબતોની એજન્સીના વડા માર્ટિન ગ્રિફિથે તાલિબાનના નેતા મુલ્લા બરાદાર સાથે મુલાકાત કરી છે. કાબુલના વિદેશ મંત્રાલયમાં યોજાયેલી બેઠકમાં માર્ટિન ગ્રિફિથે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે. યુએન અંડર-સેક્રેટરી જનરલ ફોર હ્યુમેનિટેરિયન અફેર્સ અને ઈમરજન્સી રિલીફ કોઓર્ડિનેટર માર્ટિન ગ્રિફિથ્સે મુલ્લા બરાદારને મળ્યા બાદ ટિ્‌વટ કરી. તેમણે લખ્યું- ‘મેં અફઘાનિસ્તાનમાં લાખો જરૂરિયાતમંદ લોકોને નિષ્પક્ષ માનવીય સહાયતા અને સુરક્ષા પૂરી પાડવાની સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી.’ રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ ના પ્રમુખ પીટર મૌરર ૩ દિવસની મુલાકાતે અફઘાનિસ્તાન પહોંચ્યા છે. રવિવારે અફઘાનિસ્તાન પહોંચ્યા બાદ પીટરની યોજના ચિકિત્સા સુવિધાઓ હિંસાનો ભોગ બનેલા પીડિતો માટે તૈયાર કરાયેલ પુનર્વસન કેન્દ્રોની મુલાકાત કરવાના છે. આ સિવાય તેઓ આઈસીઆરસીના કર્મચારીઓને પણ મળશે. આઇસીઆરસીના પ્રમુખ અફઘાનિસ્તાનના સ્થાનિક અધિકારીઓની સાથે પણ મુલાકાત કરશે. જાે કે રવિવારે હક્કાની નેટવર્કના નેતાઓ અનસ હક્કાની અને ખલીલ હક્કાનીની તાલિબાનના નેતા મુલ્લા બરાદાર અને મુલ્લા યાકુબ સાથે અથડામણ થયાના અહેવાલ હતા. રિપોર્ટસમાં દાવો કરાયો હતો કે આ લડાઈ દરમિયાન હક્કાની જૂથ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીમાં બરાદર ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે હક્કાની નેટવર્ક સરકાર અને સંરક્ષણ મંત્રી પદમાં મોટો હિસ્સો માંગી રહ્યું છે, જ્યારે તાલિબાન તેટલું આપવા તૈયાર નથી. જાેકે બંને દાવાની પુષ્ટિ થઈ શકી નહોતી.

Related posts

IMF : पाक को राहत पैकेज की दूसरी समीक्षा पर सहमत

aapnugujarat

ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

aapnugujarat

मैनचेस्टर ब्लास्ट की खुशी मना रहे हैं आईएस समर्थक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1