Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ

તાલિબાની પ્રતિનિધિઓએ કંદહારમાં અફીણની ખેતી કરી રહેલા ખેડૂતોને કહ્યું છે કે અફીણની ખેતી હવે ગેરકાયદેસર ગણાશે. દેશમાં અફીણની ખેતીવાળા પ્રાંતોમાં કંદહાર પ્રમુખ છે. અફીણ અહીની સ્થાનિય અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન પ્રદાન કરે છે. ૧૮ ઓગસ્ટે તાલિબાની પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશના નવા શાસક ડ્રગના વ્યાપારને પરવાનગી નહિ આપે. તે સમયે મુઝાહિદે તે નહોતું કીધું કે વ્યાપારને રોકવા માટે ક્યા પગલા ભરશે. હવે તાલિબાને અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંદહાર, ઉરુઝગન અને હેલમેનમાં સ્થાનીય ખેડૂતોએ કહ્યું કે કાચા અફીણની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. પહેલા તે ૭૦ ડોલરમાં એક મળતું હતું, હવે ૨૦૦ ડોલરમાં વેચાઈ રહ્યુ છે. મઝાર-એ-શરીફમાં પણ અફીણની કીંમત બે ગણી થઈ ગઈ છે. કાચા અફીણથીજ હેરોઈન ડ્રગ બને છે.ડ્રગ્સના વ્યાપારથી જ તાલિબાનના ૮૦ હજાર લડાકુઓની ફન્ડિગ થાય છે. નાટોના રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં તાલિબાને ડ્રગ્સથી ૧૧ હજાર કરોડ રુપિયા કમાયા હતા. ૨૦૦૧માં અફીણનું ઉત્પાદન ૧૮૦ ટન હતું, જે ૨૦૦૭માં વધીને ૮૦૦૦ ટન થઈ ગયું.
અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાન વિશ્વના દેશોથી શાસન માટે પરવાનગી માગી રહ્યુ છે. તેના માટે તાલિબાન કોઈ પણ કિમત ચૂકવવા માટે તૈયાર છે. પોતાને સારુ ગણાવા માટે તાલિબાને અફીણ ઉગાવનારા પ્રમુખ રાજ્યોમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાનની ફંડિગનો મોટો ભાગ અફીણની ખેતીથી આવે છે. ગયા વર્ષે તાલિબાને ડ્રગ્સ દ્વારા ૧૧ હજાર કરોડ રુપિયા કમાયા હતા. ત્યારે અફઘાનિસ્તાનના ય્ડ્ઢઁમાં અફીણનો ગેરકાયદેસર વેપારનો ભાગ ૬૦% હતો. અફઘાનિસ્તાન વિશ્વનું સૌથી નશાકારક અફીણ ઉગાડે છે. આ જ અફીણ પ્રોસેસ્ડ ડ્રગ્સ, હેરોઇનના રૂપમાં વિશ્વમાં પહોંચે છે, જે મૂળ અફીણ કરતાં ૧૫૦૦ ગણું વધુ માદક છે. ેંર્દ્ગંડ્ઢઝ્રના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં અફીણનું ઉત્પાદન ૨૦૧૭માં ૯,૯૦૦ ટન રહ્યું હતું. આ વેચાણથી ખેડૂતોને લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. તે દેશના જીડીપીમાં ૭ ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટ અનુસાર અફીણની ગેરકાયદેસર અર્થવ્યવસ્થા આશરે ૪૯,૦૦૦ કરોડ રૂપિયા હતી. તેમાં સ્થાનિક વપરાશ, દવાઓ અને અન્ય માટે નિકાસનો સમાવેશ થાય છે. તાલિબાન ટેક્સ વસૂલાતમાંથી તેમની આવક મેળવે છે. તાલિબાન અફીણના વેપારીઓ પાસેથી કર વસૂલે છે. તેમાં સામેલ વેપારીઓ પાસેથી પણ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ તાલિબાને ૨૦૧૮-૧૯ વચ્ચે ડ્રગના વેપારમાંથી લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનની આવકનો ૬૦ ટકા હિસ્સો ગેરકાયદેસર ડ્રગ્સમાંથી આવે છે.તાલિબાન તેમના ખાતાઓની કોઈ વિગતો પ્રકાશિત કરતા નથી. તેની ચોક્કસ કમાણી અને સંપત્તિને શોધવી મુશ્કેલ છે. વર્ષ ૨૦૧૬માં ફોર્બ્સે અંદાજ લગાવ્યો હતો કે તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર ૨,૯૬૮ કરોડ રૂપિયા હતું.

Related posts

ઉત્તર કોરિયા જાપાન માટે મોટો ખતરોઃ જાપાન સંરક્ષણ મંત્રાલયનો રિપોર્ટ

aapnugujarat

Will not allow its soil to be used for any regional conflict, role to de-escalate tensions between US and Iran : Qureshi

aapnugujarat

इस्राइल में आतंकियों ने दागी मिसाइलें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1