Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયા જાપાન માટે મોટો ખતરોઃ જાપાન સંરક્ષણ મંત્રાલયનો રિપોર્ટ

જાપાનને ઉત્તર કોરિયાથી પેદા થનારો ખતરો હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે કારણ કે હવે ઉત્તર કોરિયા આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલથી પ્રહાર કરવા માટે સક્ષમ છે અને તેની પરમાણુ હથિયાર યોજના ઉન્નત થઈ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટમાં આના સંદર્ભે જાણકારી સામે આવી છે.જાપાનની કેબિનેટ દ્વારા સ્વીકૃત આ રિપોર્ટમાં ઉત્તર કોરિયાને સૌથી મોટી ચિંતા ગણાવવામાં આવી છે. આ રિપોર્ટ ઉત્તર કોરિયાના બીજી આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણના બે સપ્તાહની અંદર આવી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ આઈસીબીએમની પહોંચમાં અમેરિકાના મુખ્ય ભૂભાગનો મોટો ભાગ છે. જેમાં લોસ એન્જિલિસ અને શિકાગો પણ સામેલ છે.આ સુરક્ષા સમીક્ષા ૨૦૧૨-૧૪માં સંરક્ષણ પ્રધાન રહી ચુકેલા ઈત્સુનોરી ઓનોડેરાના ફરીથી પદભાર સંભાળ્યાના એક સપ્તાહ બાદ આવ્યો છે.
રાજકીય ગોટાળાને કારણે વડાપ્રધાન શિંજો આબેના મંત્રાલયમાં ફેરફાર થયા બાદ ઈત્સુનોરીને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે.ઓનોડેરાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાને મિસાઈલ પરીક્ષણોની ગુણવત્તા અને સંખ્યા બંને દ્રષ્ટિથી તણાવ વધ્યો છે. તેઓ અભ્યાસ કરવા માગતા હતા કે શું જાપાનની હાલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માત્ર એજિસ વિનાશકો અને પીએસી-થ્રી માટે પુરતી છે?સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા ૫૩૨ પૃષ્ઠોના પોતાના સંરક્ષણ રિપોર્ટમાં ચીન તરફથી આક્રમકતાથી થઈ રહેલી હવાઈ ગતિવિધિઓ અને પ્રાદેશિક સમુદ્રી વિસ્તારોમાં કરવામાં આવેલી પ્રવૃત્તિઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે જ દેશની સૈન્ય સંરચનામાં પારદર્શકતા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેનું બજેટ ગત દશકમાં ત્રણ ગણું વધારે કરવામાં આવ્યું છે.

Related posts

4 Indian astronauts to be trained by Russia for Gaganyaan: Indian Embassy in Moscow

aapnugujarat

ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી, પાક અને ચીનને ઝાટકો

aapnugujarat

અફઘાનિસ્તાન અને ભારતની વધી રહેલી મિત્રતાથી પાક.ને ચિંતા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1