પાડોશી દેશ પાકિસ્તાન અફઘાનિસ્તામાં ભારતનાં વધી રહેલા પ્રભાવથી પરેશાન છે. અમેરિકી ગુપ્તચર વિભાગનાં અધિકારીઓએ આ વાત કહી હતી.
મળતી માહિતી અનુસાર અધિકારીઓએ અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ વધે તેવું નથી ઇચ્છતો.ઉપરાંત તે પોતાની પશ્ચિમી સીમા પર ભારતનાં વધી રહેલા પ્રભાવને ધ્યાને રાખી ચીન સાથે પોતાની મિત્રતા ગાઢ કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે.
પાકિસ્તાની અખબાર ડોનનાં સમાચાર અનુસાર હાલમાં જ અમેરિકી કોંગ્રેસની અંદર અફઘાનિસ્તાનમાં થયેલયુદ્ધનાં મુદ્દે એક બેઠક યોજાઇ હતી. જેમાં અફઘાનિસ્તાન અને ભારતની વધી રહેલી મિત્રતા મુદ્દે પાકિસ્તાનની ચિંતાઓ અંગે ચર્ચા થઇ. ટ્ર્મ્પ સરકાર અફઘાનિસ્તાન મુદ્દે નવી નિતિઓ બનાવી રહી છે અને આ અંગે વિમર્શ ચાલી રહ્યું છે. આ મુદ્દે અમેરિકી મીડિયા અને થિંકટેક ખાસી રસપ્રદ દર્શાવી છે.
આ અઠવાડીયાની શરૂઆતમાં જ રિપબ્લિકન કોંગ્રેસમેન એડમ કિંજિંગરે સલાહ આપી હતી કે અમેરિકા પાકિસ્તાનમાં કથિત આતંકવાદી સ્થળો પર હવાઇ હૂમલા ફરીથી ચાલુ કરે. આ મુદ્દે નજર રાખનારાઓનું માનવું છે કે જો આતંકવાદી અફઘાનિસ્તાનની અંદર અમેરિકી સેનાને નિશાન બનાવવાનાં પ્રયાસો કરે છે, તો ટ્રમ્પ તંત્ર તેમની વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી ચાલુ કરી શકે છે.
ડોનનાં રિપોર્ટ અુસાર અફઘાનિસ્તાન પર સેનેટ આર્મ્ડ સર્વિસિઝ કમિટીની હાલમાં જ થયેલી બેઠકમાં અમેરિકન ગુપ્તચર વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે સમિતીને માહિતી આપી. તેમાં મોટા ભાગની ચર્ચા પાકિસ્તાન પર થઇ.
અમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર ડેન કોટ્સે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ પડ્યા બાદ પાકિસ્તાન પરેશાન છે અને પોતાની હાલતની સમીક્ષા તે ભારતમાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબદબાનાં કારણે રહ્યું છે.
વિદેશમાં ભારતની વધી રહેલી ભુમિકા અને અમેરિકા સાથે સરા થઇ રહેલા સંબંધોથી પણ પાકિસ્તાન પરેશાન છે.