Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબુલમાં તાલિબાને લોકો પાસેથી હથિયારો છીનવ્યા

હકીકતમાં કેટલાક દિવસ અગાઉ તાલિબાને એક આદેશ આપ્યો હતો. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે કાબુલ શહેરમાં જેમની પાસે પણ સરકારી વાહન, હથિયારો તથા સરકારી સામાન છે તે સ્વૈચ્છીક રીતે એક સપ્તાહમાં સંબંધિત ઈસ્લમિક અમીરાતના અધિકારીઓને સોંપી દે. આ સાથે એવી પણ ચેતવણી આપી હતી કે આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ હજારોની સંખ્યામાં હથિયારો જમા થઈ ગયા હતા. તાલિબાનના લડાકુઓ પણ ઘરે ઘરે જઈ હથિયારો અંગે તપાસ કરી રહ્યા છે અને પોતાના કબ્જામાં લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ફરે તેના એક દિવસ પહેલાં જ કાબુલ એરપોર્ટ પર ૫ રોકેટ છોડવામાં આવ્યા. જાે કે અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે તેને નષ્ટ કરી દીધા. માનવામાં આવે છે કે આ આતંકી સંગઠન ૈંજીૈંજી-દ્ભ તરફથી અમેરિકાનો જવાબ હતો, જેને છેલ્લાં ત્રણ દિવસમાં આ સંગઠન પર ૨ હુમલાઓ કર્યા છે. જાે કે હજુ સુધી આ અંગે કોઈ જ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે આ રોકેટ કોને છોડ્યા હતા.
કાબુલના ખૈરખાના વિસ્તારમાંથી સોમવારે સવારે એક કારમાંથી ૬ રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ કાબુલ એરપોર્ટ તરફ છોડવામાં આવ્યા હતા, જેને અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે રોકી લીધા. પ્રત્યક્ષદર્શી મુજબ છઠ્ઠું રોકેટ એક રહેણાંક વિસ્તાર સાથે અથડાયું હતું. હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી મળી નથી.અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યાં બાદ તાલિબાન પાસે હથિયારોનો જથ્થો જમા થઈ રહ્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના સૈનિકોને અત્યાર સુધી જે પણ હથિયાર, દારૂગોળો, લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને અન્ય શસ્ત્રો આપ્યા હતા તે હવે સંપૂર્ણપણે તાલિબાનના કબ્જામાં આવી ગયા છે. તાલિબાને સામાન્ય નાગરિકો પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો એકત્રિત કરી લીધા છે.
કાબુલ એરપોર્ટ તરફ સોમવારે સવારે ફાયર કરાયેલાં ૫ રોકેટને અમેરિકાની ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કર્યાં છે. આ હુમલાની પુષ્ટિ વ્હાઈટ હાઉસે કરી છે. પ્રેસ સેક્રેટરી જાેન સાકીએ કહ્યું હતું કે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેક સલીવન અને ચીફ ઓફ સ્ટાફ રોન ક્લેને રાષ્ટ્રપતિ જાે બાઈડનને આ હુમલાની માહિતી આપી છે. રાષ્ટ્રપતિને જણાવવામાં આવ્યું છે કે કાબુલ એરપોર્ટ પર ચાલી રહેલા અભિયાનને ચાલુ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિએ પણ પોતાના આદેશમાં આ વાતનું પુનરાવર્તન કરતાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ પર હાજર અમેરિકાની સેનાની સુરક્ષા કરવા માટે જેપણ કાર્યવાહી જરૂરી છે એ કરવામાં આવે. અફઘાનિસ્તાન સરકારમાં કામ કરનારા પૂર્વ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે આ રોકેટ્‌સને ઉત્તરી કાબુલમાંથી એક ગાડીમાંથી છોડવામાં આવ્યાં હતાં. બીજી તરફ એરપોર્ટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો અવાજ સ્થાનિક નાગરિકોએ સાંભળ્યો. લોકોના જણાવ્યા અનુસાર, મિસાઈલમાંથી બોમ્બના ટુકડા પણ પડ્યા હતા. એની પરથી સમજી શકાય કે ઓછામાં ઓછા એક રોકેટને તો નષ્ટ કરવામાં આવ્યું છે. હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ જ્યાં આવેલું છે એની ઉત્તરમાં બનેલી ઈમારતોની ઉપર ધુમાડો દેખી શકાય છે. સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે, પરંતુ એની પુષ્ટિ થઈ શકી નથી. લગભગ ૮ વાગ્યે સમાચાર આવ્યા હતા કે કાબુલની ઉપરથી રોકેટ ઊડવાનો અવાજ સંભળાયો છે. ત્યારે તેમને ટાર્ગેટની માહિતી નહોતી. રવિવારે પણ કાબુલ એરપોર્ટની પાસે અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી હતી, એમાં ૬ બાળક સહિત ૯ લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ૈંજીૈંજી-દ્ભનો એક સુસાઈડ બોમ્બર કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનો હતો. આ પહેલાં ડ્રોનની મદદથી એરસ્ટ્રાઈક કરીને કારને ઉડાવી દેવામાં આવી. તાલિબાને પણ નિવેદન જાહેર કરીને ઘટનાની પુષ્ટિ કરી છે. જાેકે આ અંગે એમ પણ કહેવાઈ રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર ગાડીમાં નહોતો.
અમેરિકાએ આ પહેલાં શુક્રવારે પણ અફઘાનિસ્તાનના નંગરહારમાં હુમલો કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે આ હુમલો કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કરનાર ૈંજીૈંજી-દ્ભનાં ઠેકાણાં પર કરવામાં આવ્યો છે. જાેકે આ અંગે તાલિબાનનો અભિપ્રાય અલગ છે. તાલિબાનના રાજકીય કાર્યાલયના સભ્ય અબ્દુલ્લાહ વાસીકે કહ્યું હતું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ૈંજીૈંજીની હાજરીને વધારીને કહી રહ્યું છે. અમેરિકાને અફઘાનિસ્તાનમાં હુમલો કરવાનો કોઈ અધિકાર નથી. આ દોહા એગ્રીમેન્ટનું ઉલ્લંઘન છે.તાલિબાન અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં શાંતિ જાળવી રાખવા માટે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ દોહા એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. અમેરિકાએ શુક્રવારે કરેલા હુમલા પછી વસીકે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વએ ૈંજીૈંજીને અગ્રણી બનાવ્યું છે, તે અફઘાનિસ્તાનમાં ટકશે નહિ.અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની આર્મીને પરત ફરવામાં માત્ર બે દિવસ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલીવને જાહેરાત કરી છે કે તાલિબાને અમને વાયદો કર્યો છે અને અમે એ સ્થિતિમાં છીએ કે તેણે એ વાયદાને પૂરો કરવો પડશે. જાેકે એ પણ નક્કી થઈ ગયું છે કે સપ્ટેમ્બરથી અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં રહેશે નહિ, જાેકે અમેરિકા કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કરનાર આતંકી સમૂહ ૈંજીૈંજી-દ્ભની વિરુદ્ધ સ્ટાઈક અને બીજા અભિયાન ચાલુ રાખશે. સલીવને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હવે માત્ર ૩૦૦ અમેરિકન જ બચ્યા છે. તેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે. અમે ઝડપથી કામ કરી રહ્યા છે, જેથી તેમને એરપોર્ટ સુધી લાવી શકાય, પ્લેનમાં બેસાડી શકાય અને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી શકાય. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની બોર્ડર પર રવિવારે રાતે થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના ૨ સૈનિકનાં મૃત્યુ થયાં છે. એન્કાઉન્ટર ખૈબર પુખ્તૂનખા બાજૌર જિલ્લામાં થયું. બજૌરમાં સ્થિતિ પાકિસ્તાનની મિલિટરી પોસ્ટ અફઘાનિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું હતું.

Related posts

ચીનમા વરસાદે સર્જ્યો વિનાશ, ૩૩ લોકોના મોત

editor

મદદના બદલે મિલિટ્રી બેઝ બનાવવા જમીન આપવાનો માલદીવ સરકારનો નનૈયો

aapnugujarat

चीन के सभी युवाओं की दिलचस्पी डोकलाम में नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1