Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડા – અમેરિકામાં ગરમીથી ૨૫૦ના મોત

ઉત્તર અમેરિકા ખંડના બે મુખ્ય દેશો કેનેડા અને અમેરિકા તેની કાતિલ ઠંડી માટે જાણીતા છે. ત્યાં ગરમીને કારણે પાંચ દિવસમાં ૨૩૦ મોત નોંધાયા છે. આ મોત કેનેડાના એકલા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં શુક્રવારથી આજ સુધીમાં નોંધાયા છે. હવામાનને કારણે કેનેડામાં થનારા મોતમાં આ સૌથી મોટો આંકડો છે. બ્રિટિશ કોલંબિયાના લીટોન નગરમાં તો તાપમાન ૪૯.૫ ડીગ્રીથી વધારે નોંધાયુ હતુ. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ઊંચુ તાપમાન છે. કેનેડાના કોઈ પણ સ્થળે અગાઉ ક્યારેય પણ આવુ તાપમાન નોંધાયુ નથી. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય રીતે હોય એના કરતા ૮-૯ ડીગ્રી વધારે નોંધાઈ રહ્યું છે.તો બીજી તરફ પડોશી દેશ અમેરિકામાં પણ ગરમીથી ડઝનથી વધારે મોત નોંધાયા છે. એ સિવાય હજુ મોતના કેટલાક કિસ્સા તો સરકારી ચોપડે ચડ્યા નથી. બન્ને દેશોમાં થઈને મોતની સંખ્યા અઢીસોએ પહોંચી છે. ગરમીને કારણે કેટલાક જંગલ વિસ્તારમાં આગ લાગી છે. એ આગ બૂઝાવવાનો પડકાર પણ અધિકારીઓ પર આવી પડ્યો છે.અમેરિકા-કેનેડાની ગરમીનું મુખ્ય કારણ હીટ ડોમ નામની પર્યાવરણીય સ્થિતિ છે. આ સ્થિતિને કારણે અમેરિકા-કેનેડાના વાસીઓને સદીઓમાં ન સહન કરી હોય એટલી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં તાપમાન ૩૦-૩૫ ડીગ્રીએ પહોંચે તો પણ બહુ ગરમી ગણાતી હોય એવા નગરોમાં પારો ૪૬ ડીગ્રીને વટાવી ચૂક્યો છે. કેનેડા તો તેની ઠંડી માટે જાણીતો દેશ છે. શિયાળામાં કેનેડામાં તાપમાન માઈનસ ૨૦ ડીગ્રી સુધી પહોંચતું હોય છે. કેનેડામાં લઘુતમ તાપમાનનો રેકોર્ડ તો સાંગ નામના ગામનો છે. એ ગામમાં ૧૯૪૭ની ૩જી ફેબ્રુઆરીએ -૬૩ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.આખા કેનેડાનું સરેરાશ તાપમાન પણ ૩૦ ડીગ્રીથી વધતું નથી. એવા દેશમાં સખત ગરમી પડતા લોકોના શરીર તેની સામે લડત આપી શકતા નથી. કેનેડાના અધિકારીઓએ કહ્યુ હતું કે અમને સતત મોતના અહેવાલો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૩૩ મોત થયા છે. હજુ પણ મોતની સંખ્યા વધવાની શક્યતા છે. કેનેડા-અમેરિકાની આ ગરમીને કારણે સરકારી અધિકારીઓ અને વિજ્ઞાનીઓ પણ હતભ્રત થઈ ગયા છે. કેમ કે કેનેડાના કેટલાક ભાગમાં તો આખુ વર્ષ બરફ છવાયેલો હોય છે.હીટ ડોમ એ એક પ્રકારનો ગુંબજ અથવા તો ગોળાકાર ઢાલ-કવચ છે. જે હવાથી જ સર્જાય છે અને હવાને જ રોકી રાખે છે. જાણે મોટું ઢાંકણુ અમેરિકા-કેનેડા વિસ્તાર પર ઢાંકી દીધું હોય. એ ઢાંકણાની બહાર ગરમ હવા નીકળી શકતી નથી એટલે જમીન પર તાપમાન વધતુ જાય. નીચે રહેતા લોકોને સખત ગરમી અનુભવાય. જે રીતે ગ્રીન હાઉસ હોય એમ આ હિટ હાઉસ છે.

Related posts

ચીનની દાદાગીરી : ડોકલામના વિવાદિત ક્ષેત્રમાં ૮૦ સૈન્ય ટેન્ટ લગાવ્યાં

aapnugujarat

No decision yet on closure of airspace for India : Pakistan Foreign Minister

aapnugujarat

रूस : अंतरराष्‍ट्रीय अंतरिक्ष स्‍टेशन के लिए रसद से भरा रॉकेट रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1