Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

પ્રશાંત કિશારે ગુજરાત વિધાનસભા ૨૦૧૨ ગુજરાત ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું. જ્યારથી તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરી હતી. ભાજપનો ૨૮૨ સીટ પર વિજય થયો હતો.ગુજરાતમાં કોંગ્રેસની એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ ૨૦૨૨ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ ર્નિણય કરે એવી માગ ઊઠી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગ રૂપે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે ૨ કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલદી ર્નિણય લેવાય એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પદો પર તાત્કાલિક નિમણૂક થાય એ માટે હાઇકમાન્ડને રજૂઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત પર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી, જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માગ મૂકે એવી સર્વસંમતિ પણ દર્શાવવામાં આવી છે.૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જાેકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર ર્નિણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. તાજેતરમાં જ કાૅંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલદી ર્નિણય લેવામાં આવે એ અંગે પણ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કાૅંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કાૅંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કાૅંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સરવે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

GAURA POORNIMA MAHOTSAV AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

રાહુલ ગાંધીને આરતી કેવી રીતે કરવી તે આવડતું નથી : જીતુ વાઘાણી

aapnugujarat

વડોદરાના ડભોઇ તાલુકા ઉપરાંત પાદરા, કરજણ અને શિનોરને વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1