Aapnu Gujarat
ગુજરાત

રક્ષાબંધન નિમિતે બોટાદ પોલીસ વડાનો નવતર પ્રયોગ

ઉમેશ ગોરાહવા , બોટાદ

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા હંમેશા છેવાડાના માનવી સુધીની ચિંતા કરતાં હોય છે. સામાન્ય નાગરિકનું હિત હંમેશાં એમનાં દિલમાં વસેલું છે. માનવીય અભિગમ સાથે કાયદાની ચુસ્ત અમલવારીના સિદ્ધાંતને વરેલા છે.

દિવ્યબુદ્ધિ આશ્રમમાં રહેતાં ભાઈઓ બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ખાલીપો ન લાગે એ માટે પોલીસ અઘીક્ષક, હર્ષદ મહેતા વિભાગીય પોલીસ અઘીકારી રાજદિપસિંહ નકુમ પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, બોટાદ પોલીસ સ્ટેશન તેમજ પો.ઇન્સ સુ. આર.એમ.ચૌહાણ મહીલા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધન તહેવાર નિમિતે સમઢીયાળા નં.-૧ ગામ દિવ્યબુધ્ધી આશ્રમ ખાતે જઈ ત્યાં રહેતાં આશરે 70 જેટલાં દિવ્યબુદ્ધિ ભાઈઓ બહેનો સાથે યાદગાર ઉજવણી કરી હતી.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે મહિલા પોલીસ કર્મચારીઓએ આશ્રમના દિવ્યબુદ્ધિ ભાઈઓને કુમ કુમ તિલક કરી રક્ષા બાંધીને મિઠાઈ ખવરાવી મોં મીઠાં કરાવ્યા હતાં. તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ* સહિત રાજદીપસિંહ નકુમ તથા હાજર તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ આશ્રમના દિવ્યબુદ્ધિ બહેનો પાસે કુમ કુમ તિલક સાથે રક્ષા બંધાવી મોં મીઠાં કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.

આ દિવ્ય પ્રસંગે આશ્રમના તમામ ભાઈઓ બહેનોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તથા દિવ્યબુદ્ધિ ભાઈઓ બહેનોના પગની રક્ષા માટે પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

અમારે ત્યાં જે કચરો હતો જે આપ પાર્ટીમાં કાઢી મુકેલા લોકો હતા તે આજે કમલમની અંદર જોડાયા છે – આપનો દાવો 1500નું લિસ્ટ આપો

aapnugujarat

સાબરકાંઠા પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે સાત શખ્સો ઝડપાયા

editor

માલધારીઓ માટે સરકારે કરી મોટી વ્યવસ્થા, ૧૨ જેટલી રેલવે રેક કચ્છમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1