Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરને હરિયાળું બનાવવાનો “સંત નિરંકારી મિશન”નો પ્રયાસ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ભાવનગર રેલવે મંડલના અધિકારીઓની હાજરીમાં “સંત નિરંકારી મિશન” દ્વારા 21 ઓગસ્ટ, 2021 (શનિવાર) ના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 150 વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ થી પર્યાવરણને હર્યુભર્યુ રાખવામાં મદદરૂપ સાબિત થશે. “સંત નિરંકારી મિશન” છેલ્લા ઘણા સમયથી પર્યાવરણને હરિયાળું રાખવામાં મદદ કરી રહ્યું છે. આ મિશનના કાર્યકરો હંમેશા અન્યની મદદ કરવા માટે તત્પર રહે છે. સંત નિરંકારી મિશન વતી શ્રી દામોદરદાસ ચુગાણી (મિશન પ્રમુખ-ભાવનગર), શ્રી દાસી પ્રસાદ (સેવા દળ સંચાલક), મિશનની કામ કરતી મહિલાઓ અને પ્રાથમિક શાળાના બાળકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો. ભાવનગર રેલવે તરફથી શ્રી સુનીલ આર. બારાપાત્રે (એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર), શ્રી માશૂક અહમદ (સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર), સુશ્રી નિલાદેવી ઝાલા (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર), શ્રી ઘનશ્યામ સિંહ (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર), શ્રી એમ. એમ. રાઠોડ (સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ) અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

મોરબીમાં લીલાપર રોડ અને બગથળા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

aapnugujarat

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત ધોળકા તાલુકામાં કાર્યક્રમ યોજાયા

aapnugujarat

નવાવાડજમાં જૂથ અથડામણ : ત્રણને ઇજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1