Aapnu Gujarat
ગુજરાત

સસ્તા અનાજની દુકાન પર સર્વર ડાઉન,લોકોમાં હાલાકી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં સડલા ગામમાં આવેલ સરકાર ની પંડીત દિન દયાલ સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકો ને હેરાનગતિ વેઠવી પડી રહી છે અને અનાજ વિતરણ માં મુશ્કેલી સર્જાય રહી છે,.જેનો ભોગ ગરીબ માણસો ભોગવી રહ્યા છે જેમાં સસ્તા અનાજની દુકાન ધારકોને પુછતાછ કરતાં તેઓએ જણાવ્યું હતુ કે ઉપરથી જ સર્વર ડાઉન નાં કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.આધાર એરર સતત આવવાથી ગ્રાહકો માટે પરેશાની સર્જાય છે સવાર થી ગ્રાહકો લાઈનમાં ઉભા રહી ને હાજરી આપી છે પરંતુ સર્વર ડાઉન નાં કારણે તેઓ ને અનાજ લીધાં વગર પરત ફરવું પડે છે,

હાલ સાતમ-આઠમના તહેવારો આવતા હોય વિતરણ માં ઘંઉ,ચોખા, ખાંડ,તેલ,દાળ, મીઠું વગેરે સરકાર દ્વારા વિતરણ કરવામાં ચાલું છે સરલા મુકામે લાઈન માં ઉભા રહેલા મનોજ પટેલે જણાવ્યું હતું કે સવાર નાં ૬ કલાક થી લાઈન માં ઉભા છીએ.પરંતુ સર્વર ડાઉન નાં કારણે ગ‌ઈકાલે પણ પરત ગયેલા આજે પણ સર્વર ડાઉન હોય ૧૧ વાગ્યા સુધી ચાલુ થયેલ નથી માટે આજે પણ પરત જવું પડશે આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય કરે તેમ જણાવ્યું હતું અમો કામ બંધ રાખી ને દુકાન પર આવીએ છીએ પરંતુ અનાજ અમોને મળતું નથી દુકાનદારો સર્વર ડાઉન નાં બહાના હેઠળ અમોને પરત મોકલવામાં આવે છે.

તો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવામાં આવે હાલ પી.એમ.જી.કે.વાય યોજના હેઠળ વિતરણ વ્યવસ્થા ચાલુ છે પરંતુ સર્વર ડાઉન નાં કારણે અમો બે દિવસ થી પરેશાન થઈ રહ્યા છીએ આ બાબતે દુકાનદારો પણ તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે.

Related posts

ધ્રાંગધ્રા પંથકના બે યુવાનો રણમાં ફસાયા

editor

सूरत में आउटर रिंग रोड के तहत तापी नदी पर अब्रामा-वालक को जोड़ने वाले फ्लाईओवर के निर्माण के लिए मुख्यमंत्री ने मंजूर किए 100 करोड़

editor

અભદ્ર ભાષાપ્રયોગ બાબતે કોંગ્રેસ માફી માંગે : ભાજપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1