Aapnu Gujarat
National

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને એરક્રાફ્ટ જામનગર પહોચ્યું

સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ , ભારતીય વાયુસેનાનું C-17 વિમાન જે અફઘાનિસ્તાનથી 120 ભારતીય અધિકારીઓને લઈ ગુજરાતના જામનગરમાં ઉતર્યું છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે યુદ્ધગ્રસ્ત દેશમાં પ્રવર્તમાન સંજોગોને જોતા કાબુલમાં ભારતીય રાજદૂત અને તેમનો ભારતીય સ્ટાફ તાત્કાલિક ભારત આવે.પ્રવર્તમાન સંજોગોને જોતા, કાબુલમાં ભારતીય રાજદૂત અને તેમનો ભારતીય સ્ટાફને તાત્કાલિક ભારત ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, રવિવારે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને અને તાલિબાનની રાજધાનીમાં પ્રવેશ સાથે અફઘાનિસ્તાન સરકારનું પતન થયું હતુ. એર ઇન્ડિયાની ફ્લાઇટ અલ 244  129 મુસાફરોને લઈને કાબુલથી દિલ્હી આવી હતી. દેશમાં ‘ખરેખર ખરાબ’ સ્થિતિ છે.તાલિબાને રવિવારે કાબુલમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ ભવનનો કબજો મેળવ્યો. કાબુલ પર અંકુશ મેળવ્યા બાદ અને અફઘાનિસ્તાનની રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન પર કબજો મેળવ્યા બાદ દોવામાં ભવિષ્યની સરકારની યોજનાઓની ચર્ચા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાનીમાં ગભરાટ ફેલાયો છે.લોકો દેશ છોડવા મજબુર થયો છે.જીવ બચાવવા એરપોર્ટ પર કીડીયારું ઉભરાયું છે.

Related posts

रामनाथ कोविंद ने कहा कि यूक्रेन में जारी युद्ध को लेकर हिंदुस्तान की स्थिति दृढ़ व सुसंगत

aapnugujarat

રાજ્યની તમામ શાળામાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની ૧૯ માર્ચથી પરીક્ષા યોજાશે

editor

સમઢીયાળા ગામના મહિલા ખેડૂત નું પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરતા મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1