Aapnu Gujarat
રમતગમત

ટી૨૦ વર્લ્ડકપમાં ચહલનું પત્તું કપાઈ શકે…!

ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ તેના અંતિમ સમયમાં છે અને તમામ ટીમોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૭ ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ શરૂ થવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની સ્પિન બોલિંગ ખૂબ જ નબળી બની ગઈ છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે.
ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના પાવર હિટર્સ સામે યુઝવેન્દ્ર ચહલ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ સાબિત થઇ શકે છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ટી-૨૦ શ્રેણીમાં ઈંગ્લેન્ડના બેટ્‌સમેનોએ યુઝવેન્દ્ર ચહલની બોલિંગને ઉડાવી દીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા પાસે એવા ત્રણ મજબૂત સ્પિનરો છે જે ટી-૨૦ વર્લ્ડકપમાંથી યુઝવેન્દ્ર ચહલનું પત્તું કાપી શકે છે.
ટીમ ઈન્ડિયાના ૨૧ વર્ષીય લેગ સ્પિનર રાહુલ ચાહર ટી-૨૦ વર્લ્ડકપમાંથી યુઝવેન્દ્ર ચહલનું પત્તું કાપી શકે છે. રાહુલ ચાહર છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રાહુલ ચહર યુઝવેન્દ્ર ચહલ કરતા વધુ સારો સ્પિનર સાબિત થયો છે. શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી ટી ૨૦ શ્રેણીમાં રાહુલ ચાહરે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ સિવાય રાહુલ ચાહરને પણ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે રમવાનો ઘણો અનુભવ છે. અત્યાર સુધી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રાહુલ ચાહરે ૫ મેચમાં ૭ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે ૩૮ ૈંઁન્ મેચોમાં ૪૧ વિકેટ ઝડપી છે.
ભારત પાસે વરુણ ચક્રવર્તીના રૂપે એક મિસ્ટ્રી સ્પિનર છે, જે ટી-૨૦ વર્લ્ડકપમાંથી યુઝવેન્દ્ર ચહલનું કાર્ડ કાપી શકે છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સાત પ્રકારે બોલ ફેંકી શકે છે જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પીન, પગના અંગૂઠા પર યોર્કરનો સમાવેશ થાય છે. વરુણ ચક્રવર્તી ટી-૨૦ વર્લ્‌ડ કપમાં વિરોધી ટીમો માટે ઘાતક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં વરુણ ચક્રવર્તીએ ૩ મેચમાં ૨ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે ૨૧ આઈપીએલ મેચમાં ૨૫ વિકેટ ઝડપી છે.પંજાબ કિંગ્સ તરફથી આઈપીએલમાં રમનાર ભારતીય યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ટી ૨૦ વર્લ્‌ડ કપમાં યુઝવેન્દ્ર ચહલની છુટ્ટી કરાવી શકે છે. રવિ બિશ્નોઈએ ૧૮ આઈપીએલની મેચમાં ૧૬ વિકેટ લીધી છે. ૨૦૨૦ ના અંડર-૧૯ વર્લ્ડકપમાં રવિ બિશ્નોઈએ ૬ મેચમાં ૩.૪૮ ની ઈકોનોમીથી ૧૭ વિકેટ લીધી હતી.રાહુલ તેવાટિયા ટી-૨૦ વર્લ્ડકપ માટે યુઝવેન્દ્ર ચહલનો સૌથી યોગ્ય વિકલ્પ બની શકે છે.
રાહુલ તેવટિયા પાસે બોલિંગની સાથે વિસ્ફોટક બેટિંગ કરવાની પ્રતિભા છે. રાહુલ તેવાટિયાની ટી-૨૦ કારકિર્દીના આંકડાઓની વાત કરીએ તો તેણે ૫૭ ઇનિંગ્સમાં ૧૪૯ના સ્ટ્રાઇક રેટથી ૧૦૫૧ રન બનાવ્યા છે. આ સાથે જ ૪૪ વિકેટ પણ તેના નામે નોંધાઈ છે.

Related posts

कभी सोचा न था कि भगवान मुझ पर इतना मेहरबान होगा : कोहली

aapnugujarat

વર્લ્ડકપમાં પાંચ બેટ્‌સમેન પર રહેશે દુનિયાની નજર

aapnugujarat

भारत के खिलाफ मैच से पहले ‘भारी दबाव’ में पाकिस्तानी : इमाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1