Aapnu Gujarat
ગુજરાત

હાઈકોર્ટે સરકારને દલિત મહિલા ઉમેદવારને DYSP તરીકે નિમણૂંક આપવા આદેશ કર્યો

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જીપીએસસીને શિડ્યૂલ કાસ્ટનાં મહિલા ઉમેદવારને ડીવાયએસપીના પદ પર નિમણૂક આપવા માટે આદેશ કર્યો છે. મહિલાએ ૨૦૧૯માં જીપીએસસી દ્વારા લેવાયેલી વર્ગ ૧-૨ની પરીક્ષા આપી હતી, જેમાં તેમનો ૪૩મો નંબર આવ્યો હતો. જાેકે, તેમણે ફર્સ્‌ટ પ્રેફરન્સ તરીકે પોલીસ વિભાગમાં નોકરી પસંદ કરી હોવા છતાંય તેમને બદલે ૧૧૦મા ક્રમે આવેલાં અન્ય એક મહિલા ઉમેદવારને ડીવાયએસપીના પદે નિમણૂંક અપાઈ હતી. જ્યારે અરજદાર તેના માટે પાત્રતા ધરાવતા હોવા છતાંય તેમને પોતાના થર્ડ પ્રેફરન્સ અનુસાર રાજ્ય કર વિભાગમાં નિમણૂંક મળી હતી.
આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ એ.એસ. સુપેહિયાએ આદેશ આપ્યો હતો કે અરજદાર રોશની સોલંકીની ડીઆયએસપીના પદે નિમણૂક કરવામાં આવે. અરજદારે કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેમના બદલે એક જનરલ કેટેગરીનાં મહિલા ઉમેદવારને ડીવાયએસપી તરીકે અપોઈન્ટ કરાયાં છે. મેરિટમાં પોતે આગળ હતાં અને ફર્સ્‌ટ પ્રેફરન્સમાં આ પદ માટેની પસંદગી દર્શાવી હોવા છતાંય જે ઉમેદવાર મેરિટમાં પાછળ હોવા ઉપરાંત તેમણે આ પોસ્ટને સેકન્ડ પ્રેફરન્સમાં દર્શાવી હતી તેમને તેના પર નિમણૂંક અપાઈ છે.
જીપીએસસીએ આ મામલે કોર્ટને જણાવ્યું હતું કે રોશની સોલંકીએ અરજી કરતી વખતે અનામત કેટેગરી પસંદ કરી વયમર્યાદામાં છૂટનો લાભ લીધો હોવાથી તેમને ડીવાયએસપીના પદ પર નિમણૂંક આપવામાં નહોતી આવી. આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, જીપીએસસી દ્વારા અપાયેલા કારણ સાથે કોર્ટ સહમત નથી. વળી, અરજદારના મેરિટને જાેતાં તેઓ જનરલ કેટેગરીના તમામ માપદંડોમાં ખરાં ઉતરે છે, અને તેમને અનામતની કોઈ જરુર જ નથી. બીજી તરફ, ય્ઁજીઝ્ર કે સરકાર અરજદારે અનામતનો લાભ લીધો હોવાના પુરાવા કોર્ટમાં રજૂ કરી નથી શક્યા નથી. આમ, તેમને ડ્ઢઅજીઁના પદે નિમણૂક ના આપવાનો ર્નિણય ગેરકાયદે અને અયોગ્ય છે.
રોશની સોલંકીના વકીલ ચેતન પંડ્યાએ આ અંગે જણાવ્યું, અરજદારના મુખ્ય લેખિત પરીક્ષામાં ૪૭૭.૭૫ માર્ક્‌સ આવ્યા હતા, જ્યારે જનરલ કેટેગરીમાં મહિલાઓ માટેનું કટ-ઓફ ૪૪૨.૫૦ માર્ક્‌સ પર અટક્યું હતું. જેથી તેઓ જનરલ કેટેગરીમાં પસંદગી પામવા માટે પણ લાયકાત ધરાવતાં હતાં.

Related posts

अहमदाबादः स्वाइन फ्लू से दो की मौत और ५९ नये केस

aapnugujarat

વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડભોઇની મુલાકાત લીધી

aapnugujarat

સંખેડાની ઓરસંગ નદીની પુલ નજીક ગાબડુ પડતા સ્થાનિકોને હાલાકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1