Aapnu Gujarat
ગુજરાત

સંખેડાની ઓરસંગ નદીની પુલ નજીક ગાબડુ પડતા સ્થાનિકોને હાલાકી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની ઓરસંગ નદીના પુલ નજીક મસમોટું ગાબડું ઘણાં દિવસોથી પડ્યું છે. આ ગાબડું દિવસે દિવસે મોટું થતું જાય છે પણ તંત્રની આંખે જાણે પાટા બાંધ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ મુખ્ય રસ્તા પર પાંચ ફૂટ જેટલો મોટો ખાડો પડી ગયો છે અને વધુમાં રસ્તો પણ ખરાબ થઈ ગયો છે. આ રસ્તા પરથી રોજ હજારો વાહનોની અવર જવર થતી હોય છે. ગંભીર અકસ્માતની શક્યતા વર્તાઈ રહી છે. તંત્ર ને સમય જ ક્યાં છે ? હવે મેઈન રસ્તા પરનો ખાડો ક્યારે પુરાશે એ કંઈ નક્કી નથી એમ નગરમાં ચર્ચા થઈ રહી છે.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

મિશન ૧૮૨ : શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર ૧૦ના પેજ પ્રમુખ

editor

ઠકકરબાપાનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામો દુર

aapnugujarat

ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1