Aapnu Gujarat
ગુજરાત

બોડેલીમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમ પાળવા સમજાવાયા

બોડેલીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આરટીઓના નવા નિયમોનું અલગ અંદાજ ગુલાબનું ફુલ આપીને નવા નિયમો સમજાવ્યા હતાં. સમગ્ર દેશમાં ૧૬ સપ્ટેમ્બરથી લાગુ પડતાં આરટીઓના નવા નિયમ હેઠળ છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં ૧૬ સપ્ટેમ્બર થી લાગુ પડતા આરટીઓના નવા નિયમ અનુસાર અલગ અંદાજમાં વાહનચાલકોને પીએસઆઇ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બોડેલીના અલીપુરા પોલીસ ચોકી પાસે પીએસઆઇ પટેલ તથા તેઓના સ્ટાફ સહિત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી આરટીઓના નવા નિયમો સમજાવવામાં આવ્યાં હતાં. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે પેમ્પ્લેટ વાહનચાલકોને વિતરણ કરવામાં આવ્યા હતાં જેમાં તમામ પ્રકારના વાહનચાલકોને કઈ રીતે વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે શું કરવું તે માટેની સંપૂર્ણ જાણકારી પેમ્પ્લેટમાં દર્શાવવામાં આવી હતી.

(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

મુખ્યમંત્રીશ્રીને GNFC-ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો રૂા. ૩ર કરોડ ડિવીડન્ડ ચેક અર્પણ

aapnugujarat

शंकरसिंह को २० साल तक रखा वह हमारी गलती : अमरिन्दर ब्रार

aapnugujarat

ભાવનગરની 25 આંગણવાડીના કાર્યકરોને મોન્ટેસરી તાલીમ અને ચાર્ટનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1