Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કૂલની છેતરપીંડી આવી સામે, ઉચ્ચસ્તરે કરાઈ રજૂઆત

સન્ની વાઘેલા , ધ્રાંગધ્રા

કોરોનાને બીજી લહેર પૂર્ણ થતા જ સરકારી ગાઇડલાઇન્સ મુજબ સ્કુલ – કોલેજો તો શરુ થઇ ગઇ છે. સાથે જ પ્રાઇવેટ સ્કુલોને પણ છુટછાટ આપતા પ્રાઇવેટ સ્કુલોમા પણ અભ્યાસક્રમ શરુ કરાયો છે. તેવામાં કેટલાક પ્રાઇવેટ સ્કુલો દ્વારા કોરોના બાદ સરકારે આપેલી ફી માફી સહિતના મુદ્દાઓને ઉતાવળીયો કરતા નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરની પણ એક પ્રાઇવેટ સ્કુલની બાબત સામે આવી છે .જેમા ધ્રાંગધ્રા શહેરની સેન્ટ હીલેરી સ્કુલમાં અભ્યાસ કરતા એક વિધાથીઁનીના પિતા દ્વારા ઉચ્ચસ્તરે રજુવાત કરાઇ છે કે, ધ્રાંગધ્રા શહેરની સેન્ટ હીલેરી સ્કુલમાં સરકારના કેટલાક નિયમોનો ઉલ્લાળીયો થાય છે જેમા આ સ્કુલ દ્વારા વાલીઓ પાસે ઉઘરાવેલ ફાઇનલ ફી સ્કુલની વેબસાઇટ અથવા બોડઁ પર મુકેલ નથી સાથે જ એફ.આર.સી દ્વારા કરેલ મંજુર કરતા વાલીઓ પાસે વધુ ફી વસુલ કરેલ છે. એટલુ જ નહિ પરંતુ સેન્ટ હીલેરી સ્કુલના સત્તાની દ્વારા અહિ અભ્યાસ કરતા બાળકોને જે તે ધોરણના પાઠ્ય પુસ્તકો સ્કુલમાંથી જ ખરીદી કરવાનુ દબાણ પણ કરાય છે અને અહિ સ્કુલ પાસે પ્રાઇવેટ વાહનો હોય અને જે વાહનોમાં વિધાથીઁઓને લાવવા-લઇ જવા માટેની ફી પણ વસુલ કરાઇ હોય છતા પણ વિધાથીઁઓને ટ્રાન્સપોટેઁશન માટે સુવિધા અપાતી નહિ હોવાનો આક્ષેપ કરાયો છે જોકે વિધાથીઁનીના પિતા ભાવેશભાઇ દવે દ્વારા ઉચ્ચસ્તરે રજુવાત કરી કાયઁવાહીની માંગ કરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

editor

AHMEDABAD : નિકોલના વેપારી થયા ગુમ

aapnugujarat

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1