Aapnu Gujarat
રાષ્ટ્રીય

સલામતી જાેખમમાં હોવાનું જણાવી ગમે ત્યારે કોઈની અટકાયત કરી ન શકાય : સુપ્રીમ

કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની સીધી જવાબદારી બને છે. સલામતી જાેખમમાં હોવાનું જણાવી ગમે તેની ગમે ત્યારે અટકાયત કરી ન શકાય, કોની અને કયારે તેમજ કેવા સંજાેગોમાં અટકાયત કરી શકાય તે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરી સુરક્ષા તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નામર્દાગી ન બતાવી શકે જાહેર વ્યવસ્થાને સીધી અસર થતી હોય ત્યારે જ અટકાયત કરી શકાય કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઓઠા તળે ગમે તેની અટકાયત કરવી અયોગ્ય ઠરાવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ કાયદો અને વ્યવસ્થા જાળવવા મુદે થયેલી વિસ્તૃત દલીલના અંતે ન્યાયમૂતિ આર.એચ.નરીમન અને રૂષિકેશ રોય દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના કોની અને કયાંરે અટકાયત કરવી તે અંગે સ્પષ્ટ ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિને ત્યારે જ અટકાયત કરી શકયા જ્યાં જાહેર વ્યવસ્થાને સીધી અસર થઇ શકે તેમ હોય, કાયદો અને વ્યવસ્થા જાહેર વ્યવસ્થાને અસર કરતી હોય પરંતુ ઓછો બળથી મોટા જનસમુદાયને અસર કરે તેવા ભયથી કોઇની અટકાયત કરવી અયોગ્ય છે. તે અસુરક્ષાની લાગણી તરફ દોરી જાય છે.
તેલંગણાના એક છેતરપિંડીના અટકાયતમાં લેવામાં આવેલી વ્યક્તિને મુક્ત ફરવા દેવામાં આવશે વધુ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરશે તેવી દહેશત સાથે આગોતરા જામીન નામંજુર કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમની ડિવિઝન બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં બચાવ પક્ષ દ્વારા આ હુકમ અયોગ્ય ગણાવી માત્ર એટલા માટે અટકાયત કરવામાં આવ્યા છે. તેને આગોતરા જામીન આપ્યા હતા. જામીન રદ કરવા પોલીસે કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જાેઇએ સરકાર પક્ષે આ અંગે ભવિષ્યમાં ફરી વધુ ગુના આચરશે તેવો ડર ઉભો કરવામાં આવી અટકાયત કરવી યોગ્ય ગણાવતી દલીલ કરવામાં આવી હતી. સામાન્ય કાયદાથી તેની સામે કોઇ અવરોધ પેદા નહી થાય તેમ જણાવ્યું હતું.

Related posts

Soros and India

aapnugujarat

નફરત કરાનાર જો મને પસંદ કરશે, તો તે મારું અપમાન કહેવાશેઃ અરુંધતી

aapnugujarat

दंतेवाड़ा में ८ लाख के इनामी नक्सली ने किया सरेंडर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1