Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનમાં ૨૫૪ તાલિબાની આતંકી ઠાર

અફઘાનિસ્તાનમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે. એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરેલી એર સ્ટ્રાઈકમાં ૨૫૪ તાલિબાની આતંકીઓ મોતને ભેટ્યા છે અને ૯૭ આતંકીઓ ઘાયલ હોવાનુ જમાવાઈ રહ્યુ છે. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના ૧૩ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી. એવુ મનાય છે કે, તાલિબાની આતંકીઓ પરની અત્યાર સુધીના આ સૌથી મોટી કાર્યવાહી છે. આવા એક હવાઈ હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઈ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યુ છે. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનીઓના બંકરને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. જેમાં ૧૦ આતંકીઓના મોત થયા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાનોએ દેશ પર કબ્જાે જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે હવે તેમને રોકવા માટે અફઘાનિસ્તાને એર પાવરનો ઉપયોગ શરૂ કર્યો છે. આ વર્ષના પહેલા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે ૪૭ ટકાનો વધારો થયો છે.
બીજી તરફ પાકિસ્તાન ખુલ્લેઆમ તાલિબાનને પ્રોત્સાહન આપી રહ્યુ છે અને તેની મદદ કરી રહ્યુ છે.
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષના પહેલાં છ મહિનામાં અફઘાનિસ્તાનમાં હિંસા દરમિયાન માર્યા ગયા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં વર્ષ અવધિની તુલનામાં ૪૭ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર સ્પષ્ટ ચેતાવણી આપે છે કે જાે હિંસા પર પર લગામ કસવામાં આવી તો આ વર્ષે મોટી સંખ્યામાં અફઘાન નાગરિક મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા.

Related posts

ब्रह्मोस को टक्कर देने के लिए चीन ने बनाई मिसाइल

aapnugujarat

ट्रंप उत्तर कोरिया पर करीब से रख रहे हैं

aapnugujarat

भारत-US के बीच अगले हफ्ते होगी 2+2 वार्ता : ऑर्टागस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1