Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ-માંડલ રોડ પર આવેલી અક્ષરનગર સોસાયટીની મહિલાઓએ વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તા રોકી ચક્કાજામ કર્યો

વિરમગામ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી વરસાદી વાતાવરણ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાયાં છે જેને લઇને લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ ફેલાયો છે ત્યારે આજરોજ વિરમગામ- માંડલ રોડ પર આવેલ અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે જેને લઇને સ્થાનિકોએ અવાર-નવાર તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે વિરમગામ-માંડલ રોડ પર અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં ૧૦૦થી વઘુ લોકોએ અક્ષરનગર સોસાયટી બહાર રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો જેને લીઘે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને બીજી બાજુ રહીશોએ રામઘૂન કરી ધરણા પર બસી ગયા હતા. લગભગ બે કલાકના ચક્કાજામ બાદ વિરમગામ નગરપાલિકાનું નઘરોળ તંત્ર સફાળું જાગ્યું હતું અને વરસાદી પાણી નિકાલ માટે કમ્પેશન ટેન્કર બોલાવી પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી.
રિપોર્ટર :- અમિત હળવદીયા, વિરમગામ

 

Related posts

જોટાણા તાલુકાને આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનો નિર્ધાર: સુદીપ શાહ જોટાણા તાલુકા વિકાસ અધિકારી

editor

શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનુ ઘોડાપુર સોમનાથ મહાદેવના શરણે ઉમટ્યુ

aapnugujarat

પોસ્ટ ઓફિસ કર્મીએ કરોડોની ઉચાપત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1