Aapnu Gujarat
ગુજરાત

પોસ્ટ ઓફિસ કર્મીએ કરોડોની ઉચાપત કરી

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને એક કેસની તપાસ શરૂ કરી છે. જેમાં પોસ્ટ ઓફિસ અધિકારીએ ગેરરિતીથી 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી દીધી છે. એટલું જ નહીં ઓક્ટોબર 2019થી 2022 વચ્ચે ઘણા આવા નાના મોટા ફ્રોડ કર્યો હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. FIRમાં જણાવ્યા પ્રમાણે CBI ગાંધીનગર યૂનિટે જણાવ્યું છે કે અત્યારે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. CBI ઓફિસરે ગોંડલના પૂર્વ સબ પોસ્ટ માસ્ટરે કરોડો રૂપિયાના ઉચાપત કરી હોવાનું જણાવ્યું છે. ગોંડલમાં સબ પોસ્ટમાસ્ટરે રોજિંદા વ્યવહારના અહેવાલમાં યુટિલિટી ટૂલ, કિસાન વિકાસ પત્રની મુદ્દલ રકમ અને જૂના KVP વ્યાજ તેમના દ્વારા મેન્યુઅલી અપલોડ કર્યા હતા. તેમની પાસે મોટભાગના યૂઝરના ID હતા. આ અંગે 3 માર્ચના દિવસે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવાયું હતું. તહેસીલદારે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે આ પોસ્ટમાસ્ટર 18 મે 2017 અને 18 જૂન 2020 વચ્ચે સબ-પોસ્ટમાસ્ટર હતા.
ત્યારપછી તેમણે 19 જૂન 2020 અને 21 નવેમ્બર 2022 વચ્ચે સબ પોસ્ટમાસ્ટર તરીકે મુકાયા હતા. અત્યારે જેટલી પણ રકમ ગેરરીતિથી લેવાઈ છે એ તપાસ હેઠળ છે. આ આંકડો ઉપર જઈ શકે છે. અત્યારે આ કેસમાં તપાસ ચાલી રહી છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ નકલી એન્ટ્રીઓ કરી વાઉચરની રકમ પોતાના પરિવારજનોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. એટલું જ નહીં સરકારી ભંડોળમાંથી પણ ઘણી રકમ તેને આમ ટ્રાન્સફર કરી છે. આ પ્રમાણે કૌભાંડ આચરવામાં ઘણા ફેક એકાઉન્ટ પણ તેણે બનાવ્યા છે. હવે તપાસ કરી રહેલા અધિકારી દાવો કરી રહ્યા છે કે વાઉચરના કેશ તેણે પોતાની પાસે રાખી લીધા હશે અથવા બેન્ક ટ્રાન્સફર દ્વારા આ કૌભાંડ આચર્યું હશે.

ફંડ ટ્રાન્સફર કૌભાંડ કેસમાં ગોંડના જ રહેવાસી અન્ય આરોપી એવા યશવંત જોશી, તેની પત્ની જયશ્રી જોશી, પુત્રી ખમ્મા અને નોમેશ સામેલ છે. આની સાથે હેમાંગ વ્યાસ, કાંતિલાલ ટાંક, ઉષા ટાંક, જનકદાસ નિરંજાણી, પત્ની રિંકલ નિરંજાણી, લીલાવતી રૈયાણીના નામ પણ સામેલ છે. તથા મુખ્ય આરોપી ભલાલા અને તેની પત્ની, પુત્ર સામે સીબીઆઈએ કડક પગલા ભર્યા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના આરોપો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો વાસ્તવિક અને ગુનાહિત કાવતરું બનાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

Related posts

ચૂંટણીમાં હિન્દુઓના નામે મત લઇને વિશ્વાસઘાત : તોગડિયા

aapnugujarat

હિંમતનગર ખાતે હર્ષોલ્લાસથી મોહરમની ઉજવણી કરાઈ

aapnugujarat

ફતેહવાડી વિસ્તારમાં પત્નીએ આવેશમાં આવી પતિને છરીના ઘા ઝીંક્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1