Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ

ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે પોતાની ઈનિંગમાં જેવા 21 રન બનાવ્યા એવો જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17000 રન પૂરાં કરવામાં સફળ રહ્યો હતો. તે ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર રન બનાવનારો સાતમો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલાં આ કારનામુ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને વીરેન્દ્ર સહેલાગે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરવામાં સફળ રહ્યા છે.
મહત્વનું છે કે, ભારત માટે સૌથી વધારે ઈન્ટરનેશનલ રન સચિન તેંડુલકરે બનાવ્યા છે. તેંડુલકર વિશ્વ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન પણ છે, મહાન સચિને પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 34,357 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે બીજા નંબરે શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા છે. જેણે પોતાના કકરિયરમાં 28,016 રન બનાવ્યા હતા.

જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 35 રન બનાવીને આઉટ થયો હતો રોહિતને સ્પિનર મેથ્યુ કુહ્યમૈને કેચ આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો ગતો. રોહિત સારા ફોમમાં હતો પણ દુર્ભાગ્યવશ સ્પિનર મેથ્યુની બોલિંગમાં ચકરાવે ચઢી ગયો અને શોર્ટ પોઈન્ટ પર લાબુશને કેચ આપી બેઠો હતો. પોતાની ઈનિંગમાં હિટ મેને 58 બોલનો સામનો કર્યો હતો. સાથે જ રોહિતે પોતાની 35 રનની ઈનિંગમાં ત્રણ ચોગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ગિલ સાથે મળીને રોહિતે પહેલી વિકેટ માટે 74 રનની પાર્ટનરશીપ કરી હતી.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન બનાવયા હતા. જેમાંથી ખ્વાજાએ 180 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી સૌથી સફળ બોલર અશ્વિન રહ્યો હતો. જેણે 6 વિકેટ પોતાના નામે કરી હતી.

Related posts

‘लेंथ’ में बदलाव करके बल्लेबाजों को चकमा दूंगा : शमी

aapnugujarat

પાંચમી વનડેમાં ભારતની ૭ વિકેટે જીત : રોહિત છવાયો

aapnugujarat

जीत के लिए गेंदबाजों का योगदान कम नहीं : विराट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1