Aapnu Gujarat
ગુજરાત

પિતા દ્વારા પુત્રની કસ્ટડી લેવી એ અપહરણ નથી : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે જે વ્યક્તિ સદભાવના સાથે તેના સગીર બાળકનો કબજો લે છે તેના પર અપહરણનો ગુનો દાખલ કરી શકાતો નથી. સગીરનું અપહરણ કરવાનો ગુનો એવા કિસ્સામાં લાગુ કરી શકાતો નથી, કારણ કે પિતા સિવાય બીજા કોઈની જેમ માતા બાળકની કાયદેસર વાલી હોઈ શકે છે. આ અવલોકન કરીને જસ્ટિસ ઈલેશ વોરાએ આણંદમાં તેના પૈતૃક ઘરમાં અપહરણ અને ગુનો કરવા બદલ એક મહિલાએ તેના પતિ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદને કોર્ટે રદ્દ કરી હતી.
2005માં કર્યા હતા લગ્ન
કેસની વિગતો મુજબ, હીરા અને મીરા (નામ બદલ્યા છે)એ 2005માં લગ્ન કર્યા હતા. જે બાદ તેમને બે બાળકો થયા હતા. 2015માં ફરિયાદ દાખલ કરતી વખતે એકની ઉંમર 8 વર્ષ હતી અને બીજાની ત્રણ વર્ષ હતી. જ્યારે મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના ત્રણ વર્ષના પુત્ર સાથે આણંદમાં તેના પૈતૃક ઘરે જવા માટે નીકળી હતી. ત્યારબાદ હીરાએ મધ્ય પ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેને ખબર પડી કે મીરા તેના માતા-પિતાના ઘરે છે, ત્યારે તે અને તેનો ડ્રાઈવર આણંદ પહોંચ્યા હતા.

મહિલાએ પતિ વિરુદ્ધ કરી ફરિયાદ
મીરા અને જન્મેલા બાળખની સંભાળ રાખવા માટે કોઈ નથી એવું માનીને તેણે સગીર છોકરાની કસ્ટડી લીધી હતી. બાદમાં તેણીનીએ હીરા અને તેના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લાંબા સમયથી વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે અને તેણે કાયદેસરના વાલીપણામાંથી બાળકનો કબજો લીધો હતો. જે બાદ પોલીસે હીરા અને તેના ડ્રાઈવર વિરુદ્ધ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી. જેને હીરાએ પોતાના વકીલ એમયુ વોરા દ્વારા હાઈકોર્ટમાં પડકારી હતી.

હાઈકોર્ટમાં પડકાર
જેમાં એવી રજૂઆત કરવામાં આવી તી કે તેના પર અપહરણનો આરોપ લગાવી શકાય નહીં, કારણ કે તે બાળકનો કાયદેસરનો વાલી છે અને તેની કસ્ટડી લીધી હતી. જેથી તેની પત્ની તેની ગર્ભાવસ્થાની કાળજી લઈ શકે. જો કોઈ કૃત્ય અનૈતિક અથવા ગેરકાયદેસર હેતુ માટે કરવામાં આવ્યું હોય તો આવા ગુનાની અરજી કરી શકાય છે. હાઈકોર્ટે તર્કો સ્વીકાર્યા હતા અને નિર્ણય લીધો કે છોકરો પિતાના વાલીપણા હેઠળ છે, કારણ કે તેનો અધિકાર કોઈ પણ કોર્ટ દ્વારા છિનવી લેવામાં આવ્યો નથી.

Related posts

धनजी उर्फ ढबुडी माता पुलिस समक्ष पेश हुआ

aapnugujarat

ડભોઈ રેલવે સ્ટેશનથી સીધા હાઈ-વેને જોડતા માર્ગ પરથી ડિવાઈડર હટાવવા માંગ

editor

કોરોનાની ત્રીજી લહેર વખતે તૈયારીમાં કોઈ ઉણપ રહેવી ન જોઈએ : હાઈકોર્ટનો સરકારને આદેશ

editor

Leave a Comment

UA-96247877-1