Aapnu Gujarat
ગુજરાત

ફતેહવાડી વિસ્તારમાં પત્નીએ આવેશમાં આવી પતિને છરીના ઘા ઝીંક્યા

શહેરના ફતેહવાડી વિસ્તારમાં કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતા મુસ્લિમ પરિવારમાં ગૃહકલેશની ઘટના ચરમસીમાએ પહોંચતાં ઉશ્કેરાયેલી પત્નીએ ખુદ પોતાના પતિને જ છરીના ઘા ઝીંકી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી અને પતિ પર હુમલો કરી હત્યાની કોશિષ બદલ આરોપી પત્નીની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, પતિએ પ્રથમ પત્નીની દત્તક લીધેલી પુત્રીને સાથે રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને તેણે આવુુ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ફતેહવાડી વિસ્તારમાં એવન નગર પાસેની કસ્બાપાર્ક સોસાયટીમાં તાહિર મોહમંદ ઇબ્રાહીમ અન્સારી તેની બીજી પત્ની ઝેબા સાથે રહે છે. પાંચ વર્ષ પહેલાં સુગુફતા નામની યુવતી સાથે તાહિરના લગ્ન થયા હતા પરંતુ લગ્નજીવન દરમ્યાન કોઇ સંતાન ન હોઇ તેઓએ એક દિકરી દત્તક લીધી હતી. છ મહિના અગાઉ ઝેબા નામની યુવતી સાથે તાહિરને પ્રેમ થતાં ઝેબા અને તાહિરે પ્રેમલગ્ન કરી લીધા હતા. બંને લગ્ન બાદ અલગ રહેતા હતા. તો, પ્રથમ પત્ની સુગુફતા તેણીના પિયર રહેવા જતી રહી હતી. બીજીબાજુ, દત્તક લીધેલી પુત્રીને સાથે રાખવા બાબતે ઝેબા અને તાહિર વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. દરમ્યાન ગઇકાલે સવારે ફરી એકવાર ઝેબા અને તાહિર વચ્ચે દત્તક પુત્રીના મામલે જોરદાર ઝઘડો થયો હતો. જે દરમ્યાન ઝેબાએ ઉશ્કેરાઇ જઇ ઘરમાં રહેલી છરી લઇને પતિ તાહિર પર હુમલો કર્યો હતો અને તેના પેટમાં છરી હુલાવી દીધી હતી. ઇજાગ્રસ્ત પતિને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજીબાજુ, પતિ-પત્ની વચ્ચેના આટલી હદના ઝઘડા અને પત્ની દ્વારા ખુદ પતિને છરીના ઘા ઝીંકી દેવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દરમ્યાન વેજલપુર પોલીસે આ બનાવ અંગે આરોપી પત્ની ઝેબા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તેણીની ધરપકડ કરી લીધી હતી.

Related posts

સરકારી નોકરીની લાલચે ૨૫ હજાર યુવકો સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઇ

aapnugujarat

ઝહીરાબાદ ગામ પંચાયતની હાલત કફોડી

editor

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1