Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિવસેના અંગે ભાજપનું વલણ નરમ બન્યું, શિવસેના અમારો દુશ્મન નથી

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદને રાજ્યના રાજકારણમાં હલચલ વધારી દીધી છે. રવિવારે દાદર ખાતે વસંત સ્મૃતિ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી, વૈચારિક મતભેદ છે.
ફડણવીસે એવું પણ કહ્યું હતું કે રાજકારણમાં બધું જ સ્થાયી નથી હોતું. જાેકે તેમણે શિવસેના સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ ફડણવીસ આક્રમક વલણ અપનાવી રહ્યા છે, પરંતુ હવે શિવસેના અંગે તેમનું વલણ નરમ બન્યું છે.
ભાજપ અને શિવસેનાના એકસાથે થવાની સંભાવના અંગે ફડણવીસે કહ્યું હતું કે અમે (શિવસેના અને ભાજપ) ક્યારેય દુશ્મન બન્યા નથી. તેઓ અમારા મિત્ર હતા અને જે લોકોની સામે તેઓ લડ્યા હતા, તેમણે તેમની સાથે મળીને સરકાર બનાવી અને અમને છોડી દીધા. રાજકારણમાં પરંતુ જેવું કશું હોતું નથી. પરિસ્થિતિ અનુસાર ર્નિણય લેવામાં આવે છે.
ફડણવીસે વધુમાં કહ્યું હતું કે શિવસેનાએ અમારી સાથે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમણે તે જ લોકો (દ્ગઝ્રઁ અને કોંગ્રેસ)ની સાથે હાથ મિલાવ્યા, જેમની સામે અમે ચૂંટણી લડી હતી. ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોર્ટના આદેશથી મહારાષ્ટ્રમાં ઘણા કેસોની તપાસ કરી રહી છે.
ગયા મહિને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને વચ્ચે અડધા કલાકની ખાનગી વાતચીત બાદ ભાજપ-શિવસેનાના એકસાથે આવવાના સંદર્ભે ચર્ચા શરૂ થઈ છે. જાેકે ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે મરાઠા અનામતના મુદ્દે તેમની સાથે એકલામાં વાતો થઈ છે. આ દરમિયાન પણ ઉદ્ધવે કહ્યું હતું કે ઁસ્ મોદી કોઈ નવાઝ શરીફ થોડા છે કે જેમની તેમની સાથે ખાનગીમાં વાત કરી શકાતી નથી.
આ અઠવાડિયે શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેબિનેટ મંત્રી જિતેન્દ્ર અવ્હાડ, ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલ અને આદિત્ય ઠાકરે પણ ત્યાં હાજર હતા. એના પછી પણ, મહાગઠબંધનમાં અણબનાવના સમાચાર સામે આવ્યા હતા.

Related posts

किसानों के साथ वार्ता की अगली तारीख तय करने के लिए हम संपर्क में हैं : तोमर

editor

New map of India released

aapnugujarat

‘બેટી બચાવો’ અભિયાન લઇને નીકળેલા યુવકને કાશ્મીરમાં કડવો અનુભવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1