Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકા કરકથલ અને કમીજલા ગામમાં વરસાદથી ચાર મકાનો ઘરાશયી

ઉપરવાસના ભારે વરસાદથી વિરમગામ-હાંસલપુર હાઇવે પર પાણી ફરી વળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ છે.વધુ મળતી માહિતી પ્રમાણે વિરમગામ શહેરમાં છેલ્લા ૪થી વઘુ દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે આજની તારીખે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે ઉપરવાસના ભારે વરસાદ ને લીઘે વિરમગામ ના હાંસલપુર હાઇવે આસોપાલવ ચોકડી પાસે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. જેને લઇને વાહનચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજીબાજુ હાંસલપુર પાસે આવેલા એક નિચાણવાળા વિસ્તારના આશરે ૪૦થી વઘુ ઝુપડપટ્ટીમાં ના ઘરો માં પાણી ભરાયાં છે. રહીશોને પણ ભારે મૂશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યાંરે તંત્ર દ્વારા વિરમગામ હાંસલપુર પાસે ચોકડી પરના ગરનાળાને સાફ કરાઇ કેબીનના દબાણો દૂર કરાયાં હતાં જેથી આ પાણીનો નિકાલ થઇ શકે. પરંતું ઉપરવાસના વરસાદી પાણીથી હાલમાં હાંસલપુર હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. તેમજ ભારે વરસાદ આજરોજ વહેલી સવારે વિરમગામ તાલુકા કરકથલ અને કમીજલા ગામમાં વરસાદથી ચાર મકાનો ઘરાશયી થયાં હતાં સદનશીબે કોઈ જાનહાની થવાં પામી ન હતી.

Related posts

PNB स्कैम से भी बड़ा है संदेसरा ब्रदर्स का घोटाला : ED

aapnugujarat

केवडिया को कोरोना फ्री बनाने का अभियान जारी

editor

साबरमती आश्रम की शताब्दी पर ही आश्रमवासियों के उपवास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1