Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રણ વર્ષમાં રૂપિયા ૭૧,૯૪૧ કરોડનું કાળું નાણું શોધી કાઢયું : નાણામંત્રાલય

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, છેલ્લાં ૩ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા ચલાવાયેલાં વ્યાપક સર્ચ ઓપરેશન, જપ્તી અને સરવેમાં રૂપિયા ૭૧,૯૪૧ કરોડની અઘોષિત આવક શોધી કઢાઇ હતી. સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ૧ એપ્રિલ ૨૦૧૪થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭નાં ૩ વર્ષના સમયગાળામાં આવકવેરા દ્વારા શોધી કઢાયેલાં કાળા નાણાંની માહિતી અપાઇ હતી. સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, ૩ વર્ષના સમયગાળામાં આવકવેરા વિભાગ દ્વારા ૨,૦૨૭ કરતાં વધુ ગ્રૂપ પર દરોડા પડાયા હતા જેને પગલે રૂપિયા ૩૬,૦૫૧ કરોડની અઘોષિત આવક મળી હતી, તે ઉપરાંત ૨,૮૯૦ કરોડની વણજાહેર કરાયેલી સંપત્તિ જપ્ત કરાઇ હતી. આ જ સમયગાળામાં આઈટી વિભાગ દ્વારા ૧૫,૦૦૦ કરતાં વધુ સરવે કરાયા હતા જેમાં ૩૩,૦૦૦ કરોડ કરતાં વધુની અઘોષિત આવક શોધી કઢાઈ હતી.કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી એફિડેવિટમાં જણાવાયું છે કે, ૯ નવેમ્બર ૨૦૧૬થી ૧૦ જાન્યુઆરી ૨૦૧૭ સુધીના નોટબંધીના સમયગાળામાં રૂપિયા ૫,૪૦૦ કરોડ કરતાં વધુની વણજાહેર કરાયેલી આવક મળી આવી હતી, તે સમયગાળામાં ૩૦૩.૩૬૭ કિલોગ્રામ સોનાની જપ્તી કરાઇ હતી.તે સમયગાળામાં આઈટી વિભાગ દ્વારા સંખ્યાબંધ એન્ફોર્સમેન્ટ પગલાં લેવાયાં હતાં. તેમાં ૧,૧૦૦ દરોડા અને સરવે તથા ૫,૧૦૦ કરતાં વધુની ચકાસણીનો સમાવેશ થાય છે. આ પગલાંમાં ૫૧૩ કરોડની રોકડ સહિત ૬૧૦ કરોડની જપ્તી કરાઇ હતી. દરોડામાં ૧૧૦ કરોડની નવી કરન્સી નોટ પણ ઝડપી લેવાઈ હતી. નવેમ્બર ૨૦૧૬માં ૧૪૭.૯ કરોડની રોકડ અને ૬૯.૧ કિલો સોનું ઝડપાયું હતું. ડિસેમ્બર ૨૦૧૬માં ૩૦૬.૮૯૭ કરોડની રોકડ અને ૨૩૪.૨૬૭ કિલો સોનું જપ્ત કરાયાં હતાં.

Related posts

प्रधानमंत्री मोदी ने अंडमान-चेन्‍नई OFC का किया उद्घाटन

editor

જિતિન પ્રસાદ ભાજપમાં જાેડાયા

editor

अखिलेश यादव ने समाजवादी पार्टी के कार्यकर्ताओं, पदाधिकारियों की गिरफ्तारी को लोकतंत्र पर आघात बताते हुए इसकी कड़ी निंदा की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1