Aapnu Gujarat
રાષ્ટ્રીય

જયપુરમાં રોક ક્લાઈમ્બિંગ વખતે છઠ્ઠા માળથી પડતાં યુવતી મોતને ભેટી

જયપુરના માનસરોવર સ્થિત એક ખાનગી કોલેજની સ્ટુડન્ટનું છઠ્ઠા માળથી નીચે પડીને મોત થયું છે. આ સ્ટુડન્ટ કોલેજમાં થઈ રહેલા રોક ક્લાઈમ્બિંગની ટ્રેનિંગમાં સામેલ થઈ હતી. આ દરમિયાન આ દર્દનાક ઘટના બની હતી. યુવતીના પિતા ખુદ આ રોક ક્લાઈમ્બિંની ટ્રેનિંગ આપી રહ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, મરનાર સ્ટુડન્ટ ૧૬ વર્ષની અદિતી સાંધી હતી. તે આ કોલેજમાં બીસીએ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહી હતી. અદિતીના પિતા સુનીલ ગાંધી આ કોલેજમાં રોક ક્લાઈમ્બિંગની ટ્રેનિંગ આપી રહ્યા હતા. ટ્રેનિંગ આપનારી ટીમમાં અદિતિ પણ સામેલ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે, કોલેજની બિલ્ડિંગના છઠ્ઠા માળથી એક યુવતી રસીથી નીચે આવી રહી હતી. અદિતિ અને અંદાજે ૨૫-૨૬ લોકો ટેરેસ પર ઉભા હતા. ત્યારે અચાનક અદિતિનું બેલેન્સ ગયું હતું અને તે અગાશી પરથી નીચે પડી હતી.રોક ક્લાઈમ્બિંગની ટ્રેનિંગ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ નીચે ઉભા રહીને વીડિયો બનાવી રહ્યા હતા. અદિતીના નીચે પડવાની ઘટના પણ વીડિયોમાં કેદ થઈ હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, તે નીચે પડતા સમયે અદિતિના હાથમાં એક રસ્સી આવી પણ હતી, પંરતુ તે તેને પકડી શકી ન હતી.નીચે પડ્યા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી અદિતીને નજીકની મેટ્રો મોસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પંરતુ તે બચી શકી ન હતી.

Related posts

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

पुलवामा में सेना के कैंप से एके-४७ लेकर फरार हुआ जवान

aapnugujarat

मोदी जी सवालों का सामना करो, देश आपसे बहुत कुछ पूछ रहा है : राहुल गांधी

editor

Leave a Comment

UA-96247877-1