Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહીં આપવો પડે કોઈ ટેસ્ટ

હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓ જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી કરોડો લોકો કે જેઓ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની કોશિશમાં લાગ્યા છે, પરંતુ વેઇટિંગ લાંબુ હોવાના કારણે ઘણો સમય લાગતો હોય છે, તેઓને હવે વધારે રાહ નહીં જાેવી પડે અને ન તો આરટીઓ સુધી વારંવાર ચક્કર લગાવવા પડે.માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કોઇ પણ વ્યક્તિ કે જેને સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટેસ્ટ પાસ કરેલ છે તો તેને લાયસન્સ માટે એપ્લાય કરતી વેળાએ આરટીઓ માં યોજાનારા ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવશે એટલે કે મુક્ત રાખવામાં આવશે, એટલે કે તેને આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપવાનો રહે. તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરના સર્ટિફિકેટ પર જ બનાવી દેવામાં આવશે.ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ ૧લી જુલાઇથી લાગુ થઇ જશે, જે એવાં ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોને જ કામ કરવાની પરવાનગી આપશે કે જેઓએ રાજ્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તરફથી અથવા તો પછી કેન્દ્ર સરકાર તરફથી માન્યતા આપવામાં આવી હોય. આ ટ્રેનિંગ સેન્ટરોની માન્યતા ૫ વર્ષ માટે હશે. ત્યાર બાદ તેને સરકાર દ્વારા રિન્યુઅલ કરાવવાનું રહેશે. સરકારના આ ર્નિણયથી ખાનગી પ્રાઇવેટ ટ્રેનિંગ સ્કૂલની અલગથી ઇન્ડસ્ટ્રી ઊભી થઇ શકે છે.
શું કહે છે નવા નિયમ?
ટ્રેનિંગ સેન્ટરોને લઇને માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક ગાઇડલાઇન અને શરતો પણ છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરોના ક્ષેત્રફળથી લઇને ટ્રેનરની શિક્ષા સુધી શામેલ છે.
અધિકૃત એજન્સી એ સુનિશ્ચિત કરશે કે, ટુવ્હીલર, થ્રી વ્હીલર અને હલ્કા મોટર વ્હીકલોના ટ્રેનિંગ સેન્ટરો પાસે ઓછાંમાં ઓછી એક એકર જમીન હશે, મધ્યમ અને ભારે યાત્રી માલવાહનો અથવા તો ટ્રેલરો માટે સેન્ટરો માટે બે એકર જમીનની જરૂરિયાત રહેશે.
ટ્રેનર ઓછામાં ઓછું ૧૨ ધોરણ પાસ હોય અને ઓછાંમાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જાેઇએ. તેને યાતાયાતના નિયમો વિશે પણ બરાબર ખ્યાલ હોવો જાેઇએ.
મંત્રાલયએ એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હલ્કા મોટર વ્હીકલ ચલાવવા માટે પાઠ્યક્રમનો ગાળો મહત્તમ ૪ સપ્તાહ હશે કે જે ૨૯ કલાક સુધી ચાલશે. આ ડ્રાઇવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને ૨ ભાગમાં વહેંચવામાં આવશે. થિઅરી અને પ્રેક્ટિકલ.

Related posts

ફેસબુક એડમાં ભાજપ રૂ. ૨.૩૭ કરોડ સાથે ટોચ પર, કોંગ્રેસે રૂ.૧૦.૬ લાખ ખર્ચ્યા

aapnugujarat

મોદી દ્વારા સત્તાનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે : શરદ પવાર

aapnugujarat

કારનું ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નથી : BOMBAY HIGH COURT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1