Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફેસબુક એડમાં ભાજપ રૂ. ૨.૩૭ કરોડ સાથે ટોચ પર, કોંગ્રેસે રૂ.૧૦.૬ લાખ ખર્ચ્યા

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તમામ રાજકીય દળો પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી ગયા છે. વિશ્વની સૌથી મોટી સોશ્યિલ મીડિયા વેબસાઇટ ફેસબુકે રાજકીય જાહેરતોના ડેટાની માહિતી આપી છે. આ માહિતી મુજબ, જાહેરાતો પર ખર્ચ કરેલી કુલ રકમની અડધાથી વધુ રકમ ભાજપ અને તેના સહયોગી દળે ખર્ચ કરી છે. બીજા સ્થાન પર કોંગ્રેસ અને તેના સહયોગી દળ છે.
ફેસબુત જાહેરતો પર ભાજપ અને તેના સહયોગી દળોએ ફેબ્રુઆરીમાં રૂ. ૨.૩૭ કરોડ ખર્ચ કર્યા હતા. ભાજપે ‘ભારત કે મનકી બાત પેજ’ મારફતે એક જાહેરાત શરૂ કરી હતી તેના માટે તેણે ફેસબુકને રૂ ૧.૧ કરોડની ચૂકણવી કરી હતી. બીજા અન્ય એક પેજ ‘નેશન વિથ નમો’એ ફેબ્રુઆરીમાં ૬૦ લાખ રૂપિયાથી વધારે રકમ ખર્ચ કરી હતી.
આ સિવાય સૌથી વધુ ખર્ચ કરનારાઓમાં બીજેડીના નવીન પટનાયક પણ સામેલ છે તેમણે ૩૨ જાહેરાતો પાછળ ૮,૬૨,૯૮૧ રૂપિયા ખર્ચ કર્યા હતા. ભાજપના જયંત સિન્હા, અમિત શાહ, મુરલીધર રાવ, નરેન્દ્ર ખિચરે ૨થી ૩ લાખ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા. ક્ષેત્રીય પાર્ટીઓએ જાહેરાતો પાછળ ૧૯.૮ લાખ ખર્ચ કર્યા જયારે કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ ૧૦.૬ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

Related posts

Kashmiri Pandits demand commission to probe genocide and punishment for guilty

aapnugujarat

આઝમગઢમાં અખિલેશ અને નિરહુઆ વચ્ચે જંગ ખેલાશે

aapnugujarat

મમતા બેનર્જીએ આગળ ચૂંટણી પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો

editor

Leave a Comment

UA-96247877-1