Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં સાયબર એટેક

અમેરિકા ફરી એક વખત સાયબર એટેકનો ભોગ બન્યુ છે. અમેરિકાની ૨૦૦ કંપનીઓ પર એક સાથે હેકર્સે રેનસમવેર એટેક કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ફ્લોરિડાની એક આઈટી કંપનીના સર્વરને પહેલાં હેકર્સે ટાર્ગેટ કર્યું હતું અને તે પછી આ કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરતી બીજી કંપનીઓ સુધી હેકર્સ પહોંચ્યા હતા.
સાયબર એટેકનો ભોગ બનનાર કંપની કાસિયાનું કહેવું છે કે, આ સંભવિત એટેકની તપાસ કરવામાં આવી રહી છે.સાયબર એટેક પાછળ રશિયન હેકર્સનો હાથ છે. અમેરિકામાં સાયબર સિક્યુરિટીનું કામ કરતી એજન્સીનું કહેવું છે કે, આ સાયબર એટેક શુક્રવારે બપોરે થયો હતો. જ્યારે મોટાભાગની અમેરિકન કંપનીઓના કર્મચારીઓ લાંબા વીક એન્ડ પર જવાની તૈયારી કરી રહ્યા હતા.આઈટી કંપની કાસિયાના કહેવા પ્રમાણે હેકર્સે કંપનીના કોપ્રોટે સર્વર, નેટવર્ક ડિવાઈસ ચલાવતી એક એપ્લિકેશન સાથે છેડછાડ કરી છે. હવે કંપની પોતાની ક્લાયન્ટ કંપનીઓને સર્વર શટડાઉન કરવા માટે જણાવી રહી છે. બહુ ઓછી સંખ્યામાં કંપનીઓ તેના કારણે પ્રભાવિત થઈ છે. જાેકે સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સનું કહેવું છે કે, આ એટેકના કારણે ૨૦૦ કંપનીઓ પર અસર થઈ છે અને આ સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે.આઈટી કંપની કાસિયાએ જાેકે પ્રભાવિત થયેલી કંપનીઓનો આંકડો આપવાની ના પાડી દીધી છે. સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સે ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારીમાં શંકા વ્યક્ત કરી છે કે, આ હુમલા પાછળ રશિયાની રેવિલ નામની નામચીન રેનસમવેર હેકર્સ ગેંગનો હાથ છે. આ દુનિયાની સૌથી ખતરનાક સાયબર ગેંગ્સ પૈકીની એક છે. મે મહિનામાં થયેલા એક સાયબર એટેક માટે એફબીઆઈ આ ગેંગને દોષી ઠેરવી ચુકી છે.

Related posts

More than 1.2 million people died due to Covid-19 in world

editor

પુતિન કામેચ્છા વધારવા મૃગના રક્તથી સ્નાન કરે છે?ઃ રશિયાની ચેનલનો દાવો

aapnugujarat

Brazil prison riot: 57 inmates died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1