Aapnu Gujarat
શિક્ષણ

શાળા કોલેજાે શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે : ચુડાસમા

કોરોનાના કેસ હાલમાં ઘટી રહ્યા છે ત્યારે શાળાઓ અને કોલેજાે ફરી ખોલવા મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા-કોલેજાે અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ર્નિણય લેવાશે. અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અને ઓટોમોબાઇલ કંપની વચ્ચે આયોજિત બીબીએ અભ્યાસક્રમના એમઓયુ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું.
રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને ફરી એકવાર શાળાઓ અને કોલેજાેમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મામલે ગણગણાટ શરૂ થયો છે.ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દિ્‌સંહ ચુડાડમએ જણાવ્યું કે, શાળા કોલેજાે શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ર્નિણય કરવામાં આવશે. પેહલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ૯,૮,૭ અને ૬ ધોરણ મુજબ શાળા ખોલવા ર્નિણય લેવાશે. ગત વર્ષની જેમ આ વર્ષએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ર્નિણય કરવામાં આવશે.
જીએલએસ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું મને ગૌરવ છે. ગુજરાતનો આ પહેલો પ્રસંગ હશે કે, ઓદ્યોગિક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હોય. આ દિવસ ઇતિહાસમાં લેન્ડમાર્ક સાબિત થશે. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભ થશે.ઉદ્યોગોને જે પ્રકારની સ્કીલ વાળા ગ્રેજ્યુએટ જાેઇએ એ પ્રકારના મળી રહેશે. નિષ્ણાતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ ૧૧માં પહોંચી ગયાનું કહે છે. જાેકે અમે નિદાન કસોટીથી વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું તેવું તેમને ઉમેર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિપક્ષના પણ વખાણ કર્યા હતા. વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામમાં સાથ આપે છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

कक्षा-१ से ८ में आगामी वर्ष में विषयों में फेरबदल होगा

aapnugujarat

આરટીઇ હેઠળ ૨૫ બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી વકી

aapnugujarat

शिक्षा विभाग की परेशानी से निजी स्कूलों को लाभ मिलेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1