Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પુતિન કામેચ્છા વધારવા મૃગના રક્તથી સ્નાન કરે છે?ઃ રશિયાની ચેનલનો દાવો

આમ તો સામાન્ય રીતે લોકો સેક્સ પાવર વધારવા વિવિધ તેલ કે કેપ્સ્યૂલનો ઉપયોગ કરતા હોવાનું સાંભળવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ રશિયાની ટીવી ચેનલ કેપિટાલિસ્ટ ટીવીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિષે એક એવો દાવો કર્યો છે કે તેઓ તેમની કામેચ્છા વધારવા માટે સાઇબિરિયન હરણનાં શિંગડાંના લોહીથી સ્નાન કરે છે.
આ ઉપરાંત આ ચેનલે એવો પણ દાવો કર્યો છે કે ગત વર્ષે તેમના માટે આવાં હરણનાં ૭૦ કિલો શિંગડાં કાપવામાં આવ્યાં હતાં.રશિયાની આ ચેનલે એવો દાવો કર્યો છે ત્યારે એક એવી પણ વાત બહાર આવી છે કે સાઇબિરિયામાં જોવા મળતાં આ ખાસ મૃગનાં શિંગડાંમાંથી નીકળતા લોહીનો સેક્સ પાવર વધારતી દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એવો પણ દાવો થયો છે કે આવા હરણના લોહીથી નહાવાથી અનેક પ્રકારની શારીરિક બીમારીઓ દૂર થઈ જવા ઉપરાંત સેક્સ પાવર પણ વધે છે અને તેના કારણે જ આવાં હરણનાં ક્રૂરતાપૂર્વક શિંગડાં કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને બોટલમાં ભરીને વેચવામાં આવે છે. રશિયા તેમજ આસપાસના અન્ય વિસ્તારમાં રહેતા કેટલાક લોકો આવું લોહી પીએ છે તેમજ કાપી નાખવામાં આવેલાં શિંગડાંનો પાઉડર બનાવવામાં આવે છે. આ પાઉડર ખાવાથી પણ જે તે લોકોની કામેચ્છા વધે છે તેવું માનવામાં આવી રહ્યું છે.જોકે આવી ઘટનામાં એક એવી માહિતી પણ મળી રહી છે કે આવા હરણનાં શિંગડાં કાપવા ખાસ ચેમ્બર તૈયાર કરાયાં હોય છે, જેના કારણે શિંગડાં કાપતી વખતે હરણ હલનચલન ન કરી શકે. આનાથી પણ વધુ ક્રૂરતાની વાત એ છે કે શિંગડાં કાપવા હરણને એનેસ્થેસિયા પણ આપવામાં નથી આવતો. તેથી હરણે હોશમાં રહી ભયાનક દર્દ સહન કરવા સિવાય કોઇ વિકલ્પ નથી હોતો.

Related posts

More than 1.2 million people died due to Covid-19 in world

editor

Japan PM Abe’s visit to Iran in effort to reduce tensions between Tehran and Washington

aapnugujarat

સ્માર્ટસિટી મિશનના ભાગરૂપે રાજ્યોને ૯,૯૪૦ કરોડ મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1