Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્માર્ટસિટી મિશનના ભાગરૂપે રાજ્યોને ૯,૯૪૦ કરોડ મળ્યાં

સ્માર્ટસિટી મિશન માટે હજુ સુધી રાજ્યો માટે કેન્દ્ર સરકાર તરફથી ૯૯૪૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવી ચુક્યા છે. મહારાષ્ટ્રને સૌથી વધુ ૧૩૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જ્યારે મધ્યપ્રદેશને ૯૮૪ કરોડ રૂપિયા મળી રહ્યા છે. સરકારી આંકડામાં આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટ્રી દ્વારા ભાજપ સરકારની ફ્લેગશીપ સ્કીમ હેઠળ કેન્દ્રીય સહાયતા માટે ૯૯ શહેરોની જાહેરાત કરી છે. આ શહેરો માટે કુલ સૂચિત રોકાણનો આંકડો ૨.૦૩ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આઠ શહેરો રહેલા છે જેમાં પુણે અને નાસિકનો સમાવેશ થાય છે. સ્માર્ટસિટી મિશન હેઠળ મહારાષ્ટ્રને ૧૩૭૮ કરોડ રૂપિયા મળશે ત્યારબાદ સાત શહેર ધરાવનાર મધ્યપ્રદેશને આ મિશન ૯૮૪ કરોડ રૂપિયા મળનાર છે. આ મિશન માટે ૧૧ શહેરોની પસંદગી સાથે સૌથી ઉપર રહેલા તમિળનાડુને ૮૪૮ કરોડ રૂપિયા મળી ચુક્યા છે જ્યારે કર્ણાટકને ૮૩૬ કરોડ રૂપિયા મળી ચુક્યા છે. ચાર શહેરો સાથે રાજસ્થાનને ૭૮૪ કરોડ રૂપિયા મળ્યા છે. સ્માર્ટસિટી હેઠળ રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા અને અજમેરનો સમાવેશ થાય છે. બીજી બાજુ ચાર શહેરોની પસંદગી સાથે આવનાર આંધ્રપ્રદેશને ૫૮૮ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા મળી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં ૫૪૭ કરોડ અને ગુજરાતને ૫૦૯ કરોડ રૂપિયાની સહાયતા મળી છે. ગુજરાતના છ શહેરોની પસંદગી સ્માર્ટસિટી મિશન હેઠળ કરવામાં આવી છે. આ મિશન હેઠળ શહેરોમાં જુદા જુદા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં સ્માર્ટ રસ્તા, સાયકલ ટ્રેક, પાણીના સંસાધનોને પુનઃ સજિવન કરવાની બાબત વોકિંગ પથ, સ્માર્ટ ક્લાકરુપ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો, ઇન્ટેગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરો જેવા પાનસિટી પ્રોજેક્ટો, હેલ્થ સેન્ટરોને અપગ્રેડ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ માટે આઠ કરોડ રૂપિયા જારી કર્યા છે. પશ્ચિમ બંગાળના ન્યુટાઉન કોલકાતાની પસંદગી મે ૨૦૧૬માં આ મિશન માટે કરવામાં આવી હતી.
જો કે, રાજ્ય સરકારે પહેલાથી જ કહ્યું છે કે, તે સ્માર્ટસિટી મિશનમાં ભાગ લેનાર નથી. અગાઉ આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે, ૧૭મી જાન્યુઆરી સુધીમાં અમલીકરણના જુદા જુદા તબક્કામાં ૧.૩૮ લાખ કરોડના ૨૯૪૮ પ્રોજેક્ટો રહેલા છે જ્યારે ૨૨૩૭ કરોડ રૂપિયાના ૧૮૯ પ્રોજેક્ટો પરિપૂર્ણ કરવામાં આવી ચુક્યા છે. પ્રોજેક્ટ અમલીકરણની દ્રષ્ટિએ સ્માર્ટસિટી મિશને નવા દાખલા બેસાડ્યા છે. પુરીમાં ખુબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે. આ મિશન હેઠળ દરેક શહેરને કેન્દ્ર તરફથી ૫૦૦ કરોડ રૂપિયા અપાઈ રહ્યા છે.

Related posts

રાજસ્થાન ભાજપ દ્વારા ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત

aapnugujarat

મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લામાં બસ પલટી ખાતાં ૧૦નાં મોત

aapnugujarat

After Article 370 scrapping: Centre govt should act thoughtfully else Kashmir will slip out of our hands, said Digvijaya Singh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1