Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લામાં બસ પલટી ખાતાં ૧૦નાં મોત

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૦ના કરૂણ મોત થયા છે. મંદસોર જિલ્લામાં બસ પલટી ખાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ૩૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બસમાં ક્ષમતા કરતા પણ વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે વળતરની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે એક બસે પલટી મારતાં ૧૦ લોકોના મોત નીપજ્યાં છે. દૂર્ઘટનામાં ૩૦થી વધુ લોકો ઘાયલ થયાં છે, જેને ઈલાજ માટે મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નજરે નિહાળનારાઓએ જણાવ્યું છે દૂર્ઘટના બાઈક પર સવાર ત્રણ લોકોને બચાવવા જતા ઘટી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ યાત્રી સવાર હોવાથી અકસ્માત થયો હતો. મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્‌વીટ કર દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, દૂર્ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે. બસમાં ૬૦થી વધુ મુસાફરો સવાર હતા. કેટલાંક બસની છત પર બેઠાં હતા. દૂર્ઘટનાની ખબર મળતાં જ સ્થાનિકોએ સૌથી પહેલાં પોલીસને સુચના આપી હતી જે બાદ તેઓએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામવાસીઓએ ઘાયલોને પોતાની કાર અને ટ્રેકટર પર હોસ્પિટલ પહોંચાડ્‌યા હતા. નજરે નીહાળનારાઓએ જણાવ્યું કે બાઈક સવાર ત્રણ યુવકોને બચાવવાના કારણે દૂર્ઘટના થઈ હતી. તેઓ સ્પીડમાં બસને ઓવરટેક કરી રહ્યાં હતા, ત્યારે તેની સાથે અથડાઈ ગયા હતા. ડ્રાઈવરે તેમને બચાવવા માટે બસને ઝડપથી વાળી દીધી હતી, જેનાથી તે પલટી ગઈ હતી. દૂર્ઘટના પર મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્‌વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ.

Related posts

सोहराबुद्दीन केस : राहुल सही सवाल पूछते तो अच्छा होता : जेटली

aapnugujarat

મિશન ૨૦૧૯ : વ્યૂહરચના ઘડવા ૧૪ જૂનથી ભાજપની બેઠક મળશે

aapnugujarat

MMB suspended ferry services in Mumbai due to Cyclone Vayu

aapnugujarat

Leave a Comment

UA-96247877-1