Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : વ્યૂહરચના ઘડવા ૧૪ જૂનથી ભાજપની બેઠક મળશે

પ્રવાસ અને મેળા માટે વિશ્વભરમાં જાણીતા થઇ ચુકેલા સુરજકુંડમાં ૧૪મી જુનથી ૧૭મી જુન દરમિયાન ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. લોકસભા ચૂંટણી જીતવા માટે મિશન-૨૦૧૯ હેઠળ આ ત્રણ દિવસીય સંમેલન મળનાર છે. જેમાં તમામ રાજ્યોના સંગઠન મંત્રીઓ અને અન્યો ઉપસ્થિત રહેનાર છે. ભાજપ માટે સુરજકુંડ પહેલા પણ લકી રહ્યુ છે. આ વખતે પણ જીત માટેની પટકથા ભાજપ સુરજકુંડમાંથી લખવા માટે ઇચ્છુક છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી માટે રણનિતી અહીં તૈયાર કરવામાં આવનાર છે જેમાં વિપક્ષી એકતા સામે ક્યાં હથિયારનો ઉપયોગ કરવામાં આવે તે પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. પાર્ટીએ મિશન-૨૦૧૯ માટે કામ શરૂ કરવામાં આવ્યુ છે. આમાં કેન્દ્રિય નેતાની સાથે સંઘના મહાસચિવ ભૈય્યાજી જોશી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજરી આપનાર છે. ૧૪મી જુનથી શરૂ થનાર આ સંમેલનમાં દરરોજ ચાર સત્ર થશે. સતત ત્રણ દિવસ સુધી સંમેલન ચાલનાર છે. સત્રને સંઘ સાથે જોડાયેલા લોકો સંબોધન કરનાર છે. આ સંમેલનમાં જીત માટેની રણનિતી તૈયાર કરવાની સાથે સાથે વિપક્ષી એકતાનો સામનો કઇ રીતે કરવામાં આવે તે પાસા પર પણ વિચારણા કરવામાં આવશે અને કોઇ નીતિ તૈયાર કરવામાં આવનાર છે. વિપક્ષી પાર્ટીઓ એકમત થયા બાદ અને પેટાચૂંટણીમાં એકપછી એક મળી રહેલી હારના કારણે પાર્ટી હાઇ કમાન્ડ ચિંતાતુર છે. સંમેલનમાં ભાજપ અને સંઘ વચ્ચે સંતુલનની કામગીરી જોનાર કૃષ્ણ ગોપાલ હાજર રહેશે. તેઓ આશરે ૭૦ મહામંત્રીઓ સાથે વાતચીત કરનાર છે. ભાજપ અને સંઘ વચ્ચેના તાલમેલને વધારે યોગ્ય રીતે કઇ રીતે બનાવી શકાય તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે સંઘમાંથી ભાજપમાં મોકલી દેવામાં આવનારને જ સંગઠન મંત્રી અને મહામંત્રી બનાવવામાં આવનાર છે. પાર્ટી વર્તમાન જીતી ગયેલી સંસદીય સીટની સાથે સાથે એવી સીટ ઉપર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરનાર છે જ્યાં પાર્ટી લોકસભામાં બીજા નંબર ઉપર રહી હતી. સુરજકુંડ ભાજપ માટે પહેલાથી જ લકી છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીની જીત માટે રણનીતિ અહીં જ તૈયાર કરવામાં આવી હતી. અરવલ્લી પહાડી શ્રેણીની વચ્ચે સ્થિત આ ખુબસુરત જગ્યા ભાજપ માટે હંમેશા મહત્વપૂર્ણ રહી છે. કેટલાક રાજકીય દાંવપેચ પણ અહીં થતાં રહ્યા છે. સુરજકુંડમાં પ્રથમ વખત ભાજપે સપ્ટેમ્બર ૨૦૧૨માં આયોજિત રાષ્ટ્રીય કારોબારીમાં યુપીએ સરકારને ઉખાડી ફેંકવા માટે રણશિંગુ ફુંક્યું હતું. બીજી વખત અધ્યક્ષ બની ગયા બાદ ભાજપના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા હતા. મજબૂતી સાથે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જૂન ૨૦૧૪માં ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો માટે તાલીમ કેન્દ્રનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૨૦૦ સાંસદોને તાલીમ આપવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીથી પહેલા ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે સુરજકુંડમાં દેશભરના સંગઠન મંત્રીઓની બે દિવસની બેઠક યોજાઈ હતી જેમાં પાંચ રાજ્યોમાં જીત મેળવવા માટેની વ્યૂહરચના તૈયાર કરાઈ હતી. ભાજપે આ પાંચ રાજ્યો પૈકી પંજાબ સિવાય ચાર રાજ્યોમાં સરકાર બનાવી હતી. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતિ મળી હતી.
હરિયાણા ભૂમિ વિકાસ નિગમના ચેરમેન અજય ગૌડાએ કહ્યું છે કે, સંગઠનમંત્રીના આ ત્રણ દિવસીય કાર્યક્રમ અને સંઘની વચ્ચે તાલમેલને લઇને જોરદાર મંથન થનાર છે તેમાં કેન્દ્રીયમંત્રીઓ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય સંઘના નેતા હાજર રહેનાર છે.
હાલમાં યોજાયેલીચ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થયા બાદથી નવી નવી રણનીતિ ઉપર આંતરિકરીતે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી માટે વધુ સમય રહ્યો નથી ત્યારે આક્રમક રણનીતિ ઉપર ચર્ચા ચાલી રહી છે. સંઘ અને ભાજપ વચ્ચે વધુ સારા સંકલન માટે પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે.
સંઘના વરિષ્ઠ લોકો પણ સંપૂર્ણપણે સક્રિય થઇ ગયા છે. આવી સ્થિતિમાં ૨૦૧૯ની ચૂંટણી ખુબ જ નિર્ણાયક બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મિશન ૨૦૧૯ને લઇને ભાજપ અને સંઘે એક બીજાની વચ્ચે ખુબ સારા તાલમેલ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. તાલમેલને કઇરીતે વધારવામાં આવે તેના ઉપર પણ સંમેલનમાં ચર્ચા કરવામાં આવનાર છે. સંઘ અને પાર્ટીના મોટા નેતાઓ આને લઇને તૈયારીઓમાં લાગી ગયા છે. સુરજકુંડમાં યોજાનારી ભાજપની આ બેઠક ઉપર તમામની નજર કેન્દ્રીત થઇ ગઈ છે.

Related posts

Kalraj Mishra as Himachal Pradesh and Acharya Devvrat appointed Gujarat New Governor

aapnugujarat

महाराष्ट्र में बिहार की तर्ज पर नई दलित सियासत का आगाज

aapnugujarat

अरुणाचल में एक किमी तक घुसे चीनी : भारतीय सुरक्षा कर्मिओं ने चीनियों को खदेडा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1