Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોકરી માટે નેતાઓ પાછળ ન ભાગી પાનની દુકાન કરો : ત્રિપુરાના મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ત્રિપુરામાં ડાબેરી શાસનને ઉખાડી ફેંક્યા બાદ સત્તામાં આવેલા મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેવ હાલના દિવસોમાં પોતાના નિવેદનના કારણે ફરી ચર્ચામાં છે. મુખ્યમંત્રી બિપ્લવદેવે હવે એવું સુચન કર્યું છે કે, રાજ્યના યુવા સરકારી નોકરી માટે નેતાઓની પાછળ ભાગવાના બદલે પાનની દુકાન કરી લે તો તેમના બેંક બેલેન્સ લાખોમાં થઇ શકે છે. બિપ્લવે કહ્યું છે કે, યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી મુદ્રા યોજના હેઠળ લોન લઇને સ્વરોજગાર શરૂ કરી શકે છે. નેતાઓની પાછળ વર્ષો સુધી ભાગવાથી જીવનના ઘણા વર્ષો બરબાદ કરી નાંખે છે. શનિવારે સીએમ વિપ્લવ દેવે રાજ્યના યુવાનોને ખાસ કરીને શિક્ષિત વર્ગના યુવાનોને સરકારી નોકરીઓ માટે રાજનેતાઓની પાછળ ન ભાગવાની સલાહ આપી, સાથે જ પાનની દુકાન ખોલવાનું પણ કહ્યું. તેઓએ સલાહ આપતાં કહ્યું કે વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત બેંકથી લોન લઈને પશુ સંશાધન ક્ષેત્રે વિભિન્ના પરિયોજનાઓ શરૂ કરીને સ્વંય રોજગારનું સર્જન કરવું જોઈએ. વિપ્લવ દેવે કહ્યું કે, યુવાનો ઘણાં વર્ષો સુધી રાજકીય પક્ષોની પાછળ સરકારી નોકરીઓ માટે પડે છે. તેઓ પોતાના જીવનનો મહત્વપૂર્ણ સમય દોડી ભાગીને સરકારી નોકરી માટે બરબાદ કરે છે. પરંતુ જો તે જ યુવાન સરકારી નોકરીની તલાશ માટે રાજકીય પાર્ટીઓની પાછળ ભાગવાને બદલે પાનની દુકાન લગાવી લે તો તેના બેંક ખાતામાં અત્યારસુધીમાં ૫ લાખ રૂપિયા જમા થઈ ગયા હોત. વિપ્લવ દેવે પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા વેટરનરી પરિષદ દ્વારા આયોજિત સેમિનાર ’આજીવિકા, ખાદ્ય સુરક્ષા અને સુરક્ષામાં સુધારો માટે સતત વિકાસમાં પશુ ચિકિત્સા વ્યવસાયની ભૂમિકા પર’ વાત કરી હતી.

Related posts

બોલો..નીતિશ કુમાર છ વખત મુખ્યમંત્રી બન્યા પરંતુ ૧૬ વર્ષથી ચૂંટણી નથી લડ્યા..!!

editor

હિંદ મહાસાગરમાં ભારત ચીનથી વધારે બળવાન છે : નેવી ચીફ

aapnugujarat

ममता को न मां की चिंता और न माटी से प्यार : नड्डा

editor

Leave a Comment

UA-96247877-1