Aapnu Gujarat
રમતગમત

પંતે કેયર ફ્રી અને કેયરલેસ વચ્ચેની લાઇન ક્રોસ કરી : ગવાસ્કર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને ૮ વિકેટથી માત આપી દીધી. ત્યારબાદ બેટસમેનના ખરાબ પ્રદર્શનને લઇ ઘણી ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે ભારતના દિગ્ગજ ખેલાડી સુનીલ ગવાસ્કરનું એક નિવેદન સામે આવ્યું છે.
ન્યૂઝીલેન્ડની સામે રમાયેલ ફાઇનલની બીજી ઇનિંગ્સમાં ઋષભ પંત સારું પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ ખરાબ શૉટ રમીને ૪૧ રન પર પેવેલિયન જતા રહ્યા. ત્યારબાદ કમેંટ્રી કરી રહેલા ગવાસ્કરે હવે પંતની બેટિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી.
ગવાસ્કરે કહ્યું, આ કેયરફ્રી અને કેયરલેસની વચ્ચે એક પાતળી રેખા હોય છે અને આ વખતે તેણે તેની વચ્ચેની લાઇનને ક્રોસ કરી દીધી. કેટલીય બાબતો પર જ્યારે તેઓ ૯૦ની આસપાસ રમતા રહ્યા હોત તો પણ મોટો શૉટ જાય છે અને પોતાની સદી પૂરી કરવાનો મોકો ગુમાવી દે છે. તેમણે કહ્યું, પંતની સાથે સૌથી મોટી સમસ્યા તેનું શૉટ સિલેકશન છે. નહીં તો તેની પાસે દરેક પ્રકારના શોટ છે, તકનીક છે, ડિફેન્સ પણ છે.
ભારતીય ખેલાડીઓએ જ્યાં આ મેચની પહેલી ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું તો બીજી ઇનિંગ્સમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા. બેટિંગમાં ભારત માત્ર ૧૭૦ રન પર સમેટાયું. ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા જેવી મોટા-મોટા ખેલાડીઓ ચાલતા નથી. તો બોલર્સની વાત કરીએ તો અશ્વિનને છોડીને એક પણ બોલર્સ આશાઓ પર ખરા ઉતર્યા નથી.
બીજી ઇનિંગ્સમાં ૧૭૦ રન પર ઓલઆઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાએ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની સામે ૧૩૯ રનનો સાવ નાનકડો ટાર્ગેટ મૂકયો હતો. જેને તેમણે સરળતાથી બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધી. તેની સાથે જ કીવી ટીમ દુનિયાની પહેલી ટેસ્ટ ચેમ્પિયન બની ગઇ છે.

Related posts

सेरेना विलियम्स पर लगा 10,000 डॉलर का जुर्माना

aapnugujarat

હવે મેદાનમાં ઉતરવાની વધારે રાહ નથી જોઇ શકાતી : મયંક

editor

द. अफ्रीका टेस्ट टीम के चोटिल रूडी की जगह लेंगे क्लासन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1