Aapnu Gujarat
રાષ્ટ્રીય

વસીમ રિઝવી પર દુષ્કર્મનો આરોપ

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના સદસ્ય અને પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી પર તેમના ડ્રાઈવરની પત્નીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મંગળવારે તે વકીલો સાથે સઆદતગંજ કોતવાલી પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. તેમાં ડરાવી-ધમકાવીને દુષ્કર્મ કરવાનો અને અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવાયો હતો. ડીસીપી પશ્ચિમ સોમેન વર્માએ ઈન્સ્પેક્ટર સઆદતગંજને તપાસ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
પ્રભારી નિરીક્ષક સઆદતગંજ બૃજેશ યાદવના કહેવા પ્રમાણે પીડિત મહિલાનો આરોપ છે કે, રિઝવી મોટા ભાગે અનાથાશ્રમમાં જ રહેતા હતા. ત્યાં નજીકમાં બનાવવામાં આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં ડ્રાઈવરને પરિવાર સાથે રહેવાની જગ્યા આપવામાં આવી હતી. આશરે ૫ વર્ષ પહેલા રિઝવીએ તેના પતિને ગાડી લઈને બહાર જવા કહ્યું હતું.
ત્યાર બાદ રાતે ૧૦ઃ૦૦ વાગ્યે રિઝવી સર્વન્ટ ક્વાર્ટર પહોંચ્યા હતા અને દુષ્કર્મ કરવાની સાથે અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. આ ઘટનાનો વિરોધ કરવા પર અને પોલીસમાં ફરિયાદ નોંધાવવા પર બાળકો સહિત સમગ્ર પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના બાદ રિઝવી ઘણી વખત તેનું શારીરિક શોષણ કરવા લાગ્યા હતા. મહિલાએ તેના પતિને આ અંગે જાણ કરી હતી. જ્યારે તેના પતિએ રિઝવીના ઘરે જઈને આનો વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપીને ભગાડી દેવામાં આવ્યો હતો.
આ તરફ વસીમ રિઝવીના કહેવા પ્રમાણે ડ્રાઈવરની પત્નીના આરોપો પાયાવિહોણા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને આતંકવાદી સંગઠનો અને કુરાન અંગે આપવામાં આવેલા નિવેદનોને લઈ ધમકીઓ મળી રહી હતી.
તેમનો ડ્રાઈવર પણ કેટલાક વિરોધીઓ સાથે મળેલો છે અને તેમને રિઝવીના દરેક પગલા અંગે જાણકારી આપતો હતો. તેના મોબાઈલ નંબરની તપાસ કરવા પર શંકાસ્પદ નંબરો સાથે વાતચીતની ડિટેઈલ મળી છે. ત્યાર બાદ ગત ૧૧ જૂનના રોજ તેને નોકરીમાંથી કાઢીને મકાન પણ ખાલી કરાવી દેવાયું હતું જેથી તેમને બદનામ કરવા ષડયંત્ર રચવામાં આવ્યું છે.

Related posts

કેજરીવાલ વિરૂદ્ધ ‘આપ’માં જ બગાવત

editor

पूरे भारत में एक ही भाषा की संकल्पना संभव नहीं : रजनीकांत

aapnugujarat

કાશ્મીર કોઈના પિતાની જાગીર નથી : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1