Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૨૨ ચૂંટણીમાં કેપ્ટનને યથાવત્‌ રાખવા પર કોંગ્રેસ હાઇકમાન્ડની લીલીઝંડી

પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ટકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જાેવા મળી રહી છે. નવજાેત સિંહ સિદ્ધૂ તરફથી ખુલ્લી રીતે પ્રહારના મુદ્દાને કેપ્ટન અમરિંદર સિંહે હાઇકમાન્ડ સામે ઉઠાવ્યો છે. સુત્રો અનુસાર હાઇકમાન્ડે પણ માન્યુ છે કે નવજાેત સિંહ સિદ્ધૂએ કોઇ પણ રીતના મતભેદની વાત પાર્ટી ફોરમમાં જ રાખવી જાેઇતી હતી. આટલુ જ નહી સુત્રોનુ કહેવુ છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે અમરિંદર સિંહને જ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન બનાવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે અને તેમણે ટીમ પસંદ કરવા માટે ફ્રી હેન્ડ આપ્યુ છે.
કોંગ્રેસ સુત્રોનું કહેવુ છે કે આ રીતે ખુલ્લી રીતે નિવેદન આપીને સિદ્ધૂએ હિટ વિકેટનું કામ કર્યુ છે અને હવે તેમણે ડેપ્યુટી સીએમ અથવા પછી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળવી મુશ્કેલ છે.
આ પહેલા હાઇકમાન્ડ તરફથી સિદ્ધૂએ ડેપ્યુટી સીએમ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેની પર કોંગ્રેસ સુત્રોનું કહેવુ હતું કે સિદ્ધૂએ ડેપ્યુટી સીએમ બનવાનો ઇનકાર કરી દીધો છે અને પ્રદેશ અધ્યક્ષનું પદ ઇચ્છે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે હવે નવજાેત સિંહ સિદ્ધૂ અમરિંદર કેબિનેટમાં મંત્રી પદ પર જ સંતોષ કરી શકે છે. આ સિવાય ચૂંટણી પ્રચારમાં તેમણે કોઇ જવાબદારી આપવામાં આવી શકે છે.

Related posts

रोहिंग्यों की भर्ती के मिशन पर आया था संदिग्ध आतंकी पूर्वी दिल्ली से गिरफ्तार

aapnugujarat

રાહુલના વિમાનમાં ખરાબી બાદ તપાસની કોંગીની માંગ

aapnugujarat

सनी देओल की बढ़ी मुस्किले, लोकसभा सदस्‍यता खत्‍म करने की मांग उठी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1